THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ભથવાડા ટોલ નાકા ઉપર પીપલોદ પોલીસ સ્ટેશન ના P.I. જી.બી. પરમાર તથા સ્ટાફના જવાનો સાથે રાખી નાયબ પોલીસ મહાનિરિક્ષક એમ.એસ. ભરાડા, તેમજ દાહોદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન / જુગાર તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને નાથવા તથા દારૂની હેરાફેરી કરનારાઓને જેર કરવા માટે સૂચના આપેલ જે અંતર્ગત દાહોદ ભથવાડા ટોલ નાકા ઉપર વોચમાં ઊભેલા હતા. તેવા સમયે પોલીસ સબ ઇન્સ્પેકટર જી.બી. પરમારને બાતમી મળેલ કે સફેદ કલરની કારમાં વિદેશ દારૂની હેરાફેરી થઈ રહી છે જેના આધારે કડક ચેકીંગ કરતા GJ – 03 CE – 0396 નંબરની પાસિંગ વાળી સફેદ કલરની મારુતિ કારને રોકી ને તપાસ કરતા તેમાંથી સાત પેટી રૂ. 36000/- ની કિંમતનો વિદેશી દારૂ મળી આવેલ જેના આધારે તેમાં બેઠેલ બે ઈસમો ઉપર પ્રોહિબિશનની કલમ મુજબ ગુનો નોંધી અટક કરી કાર્યવાહી કરી હતી.
દાહોદ જિલ્લાના ભથવાડા ટોલનાકાના ઉપર ચેકીંગ દરમિયાન પીપલોદ પોલીસે વિદેશી દારૂ સાથે બે ઈસમોની કરી ધરપકડ
RELATED ARTICLES