Thursday, January 23, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના લીમડી ગામના પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન વિષયના એસાઇન્મેન્ટની...

દાહોદ જિલ્લાના લીમડી ગામના પ્રખર કેળવણીકાર નરેન્દ્ર સોનીએ વિદ્યાર્થીઓને ગણિત-વિજ્ઞાન વિષયના એસાઇન્મેન્ટની ભેટ આપી ૨૨મી લગ્નતિથિની નોખી ઉજવણી કરી

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

22મી લગ્નતિથિએ ધો-10ના 2200 વિદ્યાર્થીઓને બુકલેટો અર્પણ કરી – શિક્ષણમાં જ વણાઇ ગયા ત્યારે શિક્ષણને જ દરેક પ્રસંગમાં વણી લેવાનો સફળ પ્રયત્ન કર્યો : નરેન્દ્ર સોની

પોતાના લગ્નની તિથિની ઉજવણી કરવાની નોખી રીતો જોવા મળી રહી છે. ત્યારે કેટલાક યુગલો આ દિવસે પુનઃ પ્રભુતામાં પગલા પણ પાડે છે પરંતુ પ્રિય વિષય અને પોતે જે માધ્યમથી સમાજ સેવા કરતા હોય તેને જ માધ્યમ બનાવી પોતાના જીવનના આવા દિવસોને યાદગાર બનાવનારા જૂજ ઉદાહરણો હોય છે. તેવી જ રીતે દાહોદના એક શિક્ષણવિદે પોતાની 22મી લગ્ન તિથિ નિમિત્તે ધોરણ 10 ના 2200 વિદ્યાર્થીઓને મુખ્ય વિષયોના એસાઇનમેન્ટ વિતરણ કરીને આ દિવસને યાદગાર બનાવવાની સાથે આજના યુવાનોને એક નવી દિશા બતાવી છે.

પોતાના સુખી દાંપત્યજીવનની ઉજવણી કરવા માટેનો સપરમો દિવસ એટલે પોતાની લગ્ન તિથિ એટલે કે મેરેજ એનીવર્સરી. સામાન્ય રીતે કેક કાપીને કે એક બીજાને ભેટ સોગાદો આપીને ખાણી પીણી સાથે આ દિવસની ઉજવણી કરવી એ સામાન્ય છે. ત્યારે કેટલાક માતુલેજારો મોટા આયોજનો પણ કરે છે અથવા તેમના ફરજંદો આ દિવસની ઉજવણી પાછળ લાખો રુપિયાના ખર્ચ કરે છે. કેટલાક દંપત્તિઓ હવે આ દિવસે દાન કરીને પૂણ્ય પણ કમાય છે તો કેટલાક ખાસ ફોટોસૂટ કરાવે છે. ધાર્મિક કાર્યક્રમોના આયોજનો પણ થાય છે તો લગ્ન જીવનના 25 વર્ષ પૂર્ણ થાય તો ફરીથી સપ્તપદીના ફેરા ફરીને લગ્નની યાદો તાજી કરવામાં આવે છે.

THIS NEWS IS SPONSORED BY – RAHUL HONDA

તેવા સમયે દાહોદ  જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં રહેતા નરેન્દ્ર અમૃતલાલ સોનીએ પણ તા. ૨૨ જાન્યુઆરીના રોજ પોતાની લગ્નતિથિની ઉજવણી કરી હતી. નરેન્દ્ર સોની વ્યવસાયે શિક્ષક હતા. અને હાલ ધી ન્યુ એચીવર પ્રિ સાયન્સ સ્કુલ, લીમડી, શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, લીમડી અને દાહોદમાં સનરાઇઝ પબ્લીક સ્કુલ અને M.N.R. એજ્યુકેશન એકેડેમી ચલાવી રહ્યા છે. આમ મૂળ શિક્ષણનો જીવ હોવાથી તેમણે લગ્નતિથિ નિમિત્તિ શિક્ષણલક્ષી ભેટ જ આપવાનો વિચાર કર્યો હતો. બીજી તરફ હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાથી શાળાઓમાં ઓન લાઇન શિક્ષણ ચાલી રહ્યુ છે, માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આવા વિકટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેના પડકારમય સમયમાં આ અવસર કેવી રીતે યાદગાર બની રહે તેેના માટે તેમણે નોખી ભેટ આપવાનુ નક્કી કર્યુ હતુ. આમ પણ બાળકોને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો અઘરા પડતા હોય છે ત્યારે તેમણે તેમની 22મી લગ્નતિથિ નિમિત્તે ધોરણ 10ના કુલ 2200 જેટલા વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષયના એસાઇનમેન્ટ ભેટ આપ્યા હતા. આ એસાઇન્મેન્ટમાંથી જ તેમને સમયાંતરે પ્રશ્નપત્રો પણ આપવામાં આવશે અને તેેમની કસોટી સાથે ગુણવત્તા પણ ચકાસી શકાશે. ઉપરાંત અન્ય કેટલાયે વિદ્યાર્થીઓને સોશ્યલ મિડીયાના માધ્યમથી પણ આ એસાઇન્મેન્ટ પહોંચાડવામાં આવ્યા છે. આમ એક શિક્ષણવિદે શિક્ષણને જ માધ્યમ બનાવી શિક્ષણની જ ભેટ આપી શિષ્યોને સુદ્રઢ રીતે શિક્ષિત કરવાની નેમ સાથે પોતાની લગ્નતિથિ સદાયને માટે સ્મરણીય બને તેવો નોખી ઉજવણી કરી છે.

CLEAN YOUR HAND REGULLARLY WITH OXI9 POMEGRANATE HAND SANITIZER

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments