દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં સમી સાંજ પડતા દુકાનો બંધ થઈ હતી. સંજેલી તાલુકાના અધિકારી ઓ તથા સંજેલી પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઈ. ડી.જે. પટેલ તથા પોલીસ સ્ટાફ – સંજેલી ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે ફરી અને સમસ્ત સંજેલી નગરમાં લાઉડ સ્પીકર દ્વારા દુકાનો બંધ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.
તા.22 માર્ચના રોજ વહેલી સવારના ૦૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી દુકાનો, શોપિંગ મોલ તેમજ વેપાર તથા બજારો બંધ રાખવા માટે જાહેરાત કરવામાં આવી હતી. કોરોના વાઇરસ ને લઇ ને લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. સંજેલી નગરમાં પોલીસ તથા સરકારી તંત્ર અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે રહી સંજેલી નગરની દુકાનો બંધ કરાવી હતી.