Thursday, January 23, 2025
Google search engine
HomeSanjeli - સંજેલીદાહોદ જિલ્લાના સંજેલીમાં લોક ડાઉનનો કડક અમલ, પ્રજાનો સંપૂર્ણ પ્રતિસાદ

દાહોદ જિલ્લાના સંજેલીમાં લોક ડાઉનનો કડક અમલ, પ્રજાનો સંપૂર્ણ પ્રતિસાદ

સામાજિક ધાર્મિક પ્રસંગો ચાંદલા વિધિ મેળાવડા બંધ રાખવા ગ્રામ પંચાયતને ટીડીઓનો આદેશ.
નોવેલ કારોના વાયરસને ફેલાતો અટકાવવા જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. કલમ 144 નો કડક અમલ થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરાતા જ સંજેલી વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ગ્રામજનો અને સરપંચોને બોલાવી લોકડાઉનની પરિસ્થિતિની જાહેરાતમાં સહભાગી બનવા અપીલ કરી હતી. કલમ 144 અને લોકડાઉનનું સંજેલી તાલુકામાં લોકોએ ચુસ્તપણે પાલન કરી તંત્રને ગ્રામજનોએ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.
સમગ્ર દાહોદ જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ નથી ત્યારે સાવચેતીના ભાગરૂપે નોવેલ કોરના વાયરસને ફેલાતો અટકાવવા જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. કલમ 144 નો કડક અમલ થઇ રહ્યો છે. રવિવારે જનતા કર્ફ્યુ નું પાલન કરી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સોમવારે મધ્ય રાત્રિથી જ ગુજરાતમાં લોક ડાઉનની જાહેરાત કરાતા રાત્રે 11 કલાકે મામલતદાર પી.આઈ. પટેલ અને P.S.I. ડી.જે. પટેલ દ્વારા તમામ ધર્મના આગેવાનો અને સરપંચોને તાલુકા સેવા સદન કમ્પાઉન્ડમાં બોલાવી લોકડાઉન વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તમામની જવાબદારી નાગરિક તરીકે ફરજનો ભાગ છે. અફવાઓથી દૂર રહેવા દુકાનો ઉપર કતારો લગાવવાની જરૂર નથી, ગભરાશો નહીં, આવશ્યક સેવાઓ જેવી કે દૂધ, શાકભાજી, મોબાઇલ સેવા, મેડિકલ સ્ટોર, કિરાણા જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કોઈ પણ આવશ્યક ચીજવસ્તુઓની અછત ઉભી થાય નહીં અને સરળતાથી લોકોને મળી રહેશે. બજારોમાં દેકારા કરવાની જરૂર નથી. પોતપોતાના ઘરમાં સુરક્ષિત સાવચેતીથી અને સતર્ક રહો. ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેમજ ચારથી વધુ માણસોએ કોઈ પણ જગ્યાએ એકઠા થવું નહીં અને કલમ 144 નો ચુસ્તપણે અમલ કરવો. તમામ એન્ટ્રીઓ પર પોલીસ જવાન તૈનાત રહી આવતાં જતાં તમામ વાહનોને રોકી પૂછપરછ કરી બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સંજેલી નગરમાં સુમસાન રસ્તાઓ ઉપર પોલીસ ખડે પગે તૈનાત છે. સંજેલી P.S.I. ડી.જે. પટેલ સહિતની જુદી જુદી ટીમ દ્વારા તાલુકા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ધમધમતું રહ્યું. આ બાબતે  ગ્રામજનોનો સારો પ્રતિસાદ રહ્યો છે અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય બજાર સદંતર બંધ રહ્યુ. બજાર સહિત મુખ્ય રસ્તાઓ પર સન્નાટો છવાયો. લોક ડાઉન કરાતાં જ સંજેલી તાલુકા વિકાસ અધિકારી એસ.જે. ભરવાડ દ્વારા સંજેલી તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં 31 તારીખ સુધી લગ્ન પ્રસંગો ચાંદલા વિધિ મેળાવડા જેવા સામાજિક પ્રસંગો બંધ રાખવા આદેશ કરાયો છે, સાથે સાથે કલમ 144  અને લોકડાઉનનો પણ ચુસ્ત અમલ થાય તે પણ સૂચના આપવામાં આવી છે. આમ આજે લોકડાઉન ના ચોથા દિવસે પણ સંજેલી નગરના ગ્રામજનો પોતાના ઘરોમાં બંધ રહીને પોલીસ અને સરકારી તંત્રને સાથ અને સહકાર આપી રહી છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments