દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નેનકી આઉટ પોસ્ટની હદમાં આવેલ સરોરી ગામે ગત રાત્રીએ એટલે કે તા.૨૧/૦૩/૨૦૨૦ ને શનિવારના ૦૮:૦૦ વાગ્યાના સમયે બે અજાણ્યા ઇસોમો પોતાની બાઈક નંબર GJ AD 7556 લઈને ફૂલ ઝડપે હંકારી રહ્યા હતા તે સમયે કોટા ગામના નાનાભાઈ ધુલાભાઈ બારીયાને ટક્કર મારતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મોત થયું હતું. જયારે ફૂલ ઝડપે બાઈક ચલાવનારને પણ પગના ભાગે તેમજ તેની પાછળ બેેેસેેલા યુવાનને પણ ચેહરાના ભાગે ઈર્જા થઈ હતી. તેમને વધુ સારવાર માટે દાહોદ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ફરિયાદ સંજેલી પોલોસ સ્ટેશનમાં કરતા સંજેલી પી.એસ.આઈ. ડી.જે. પટેલ તેની વધુ તપાસ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી રોડ ઉપર બાઈક એક્સીડંટમાં એકનું મોત
RELATED ARTICLES