Friday, November 22, 2024
Google search engine
HomeUncategorizedદાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોરોના વાઇરસને લઇને સલામતીના ભાગરૂપે ત્રીજા દિવસે સંપુર્ણ...

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કોરોના વાઇરસને લઇને સલામતીના ભાગરૂપે ત્રીજા દિવસે સંપુર્ણ પણે બંધ રહ્યું

ચારે બાજુના રસ્તા પર પોલીસ પહેરા વચ્ચે સંજેલી લોકડાઉન. મહામારી એવા કોરોના વાઇરસને લઈને પ્રજાના આરોગ્યની સલામતીને ધ્યાનમાં લઈને  ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આજે તા.૨૪/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ પણ વેપાર ધંધા માટે ધમધમી રહેલા એવા સંજેલી નગરને જિલ્લા સરકારી તંત્રની સુચના મુજબ સવારના ૧૦:૦૦ વાગ્યાથી પોલીસ તંત્રની સુચના મુજબ લોક ડાઉન કરવામાં આવ્યું હતું. કલમ 144 નો કડક રીતે અમલ થાય તે માટે સંજેલી PSI ડી.જે.પટેલ તથા પોલીસ સ્ટાફ તરફથી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તથા નગરના મુખ્ય પ્રવેશ રોડ ઉપર બેરી ગેટ લગાવી રસ્તાઓ પર કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને સંજેલી નગરના બસ સ્ટેશન વિસ્તાર, સંતરામપૂર રોડ, મેન બજાર તેમજ ઝાલોદ રોડ ઉપર દુકાનો બંધ કરાવવામાં આવી હતી. NewsTok24 ની ટીમની આપ સૌ સંજેલી નગરજનોને આપીલ છે કે તમે ઘરમાં રહો અને નિયમોનું પાલન કરો.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments