Friday, November 22, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં આજે કોરોના પોઝીટીવની સંખ્યા સાત સદી પાર, એક્ટિવ કેસ ઘટીને...

દાહોદ જિલ્લામાં આજે કોરોના પોઝીટીવની સંખ્યા સાત સદી પાર, એક્ટિવ કેસ ઘટીને 232 થયા


THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જીલ્લામાં આજે તા. 07/08/2020 ને શુુુક્રવારના રોજ 21 વ્યક્તિઓના કોરોના પોઝીટીવ થયાની જાહેરાતની સાથે કોરોના કેસોનો સિલસિલો એકદમ વધી જવા પામ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે ગત 24 કલાક પહેલા રેગ્યુલર અને આજના રેપીડ ટેસ્ટ મળી કુુુલ 769 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી કરતા તેમાંથી 748 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને 21 વ્યક્તિઓ પોઝીટીવ જાહેર થતા કુલ આંકડો 705 પર પહોંચી ચુક્યો છે. જ્યારે 34 વ્યક્તિઓ સરકારી ગાઈડલાઈન મુજબ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને એક્ટીવ કેસોની સંખ્યા ઘટીને 232 થઈ છે. તથા મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ 04 વ્યક્તિઓ અને અન્ય બીમારીને કારણે આજે 01 લોકોની મૃત્યુ થઈ છે તે મળીને કુલ 42 વ્યક્તિઓ સાથે કુલ 46 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ આજે થોડું વધતા લોકોમાં, વહીવટી તંત્રમાં અને આરોગ્ય તંત્રમાં થોડી ખલભળાટ મચી ગઈ હતી.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
આરોગ્ય વિભાગે દ્વારા ગત 24 કલાક પહેલા ભેેગા કરેલ કુલ 769 સેમ્પલો તપાસ અર્થે મોકલ્યા હતા જે પૈકી 748 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને 21 વ્યક્તિઓનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. જેેેઓના નામ : (1) જમનાદાસ જીવરામભાઈ ભણસાલી, (2) ઓનાલીએ અકબરઅલી દારૂવાલા, (3) કૌશિકકુમાર ભાવસિંગભાઈ રાઠોડ, (4) ગીતાબેન દિપકભાઈ ધાનકા, (5) મન્નાનભાઈ અબ્બાસભાઈ પેથાપુરવાલા, (6) રીટાબેન સુરેશભાઈ ભણસાલી, (7) નારાયણદાસ કોડુમલ નિનવાની, (8) સુરેશભાઈ સોમાભાઈ માલીવાડ, (9) કમલેશભાઈ હીરાભાઈ પંચાલ, (10) ભાવનાબેન કમલેશભાઈ પંચાલ, (11) કિશોરભાઈ જયંતીભાઈ ગારી અને (12) સુરેશભાઈ પૂંજાભાઈ સોલંકી તેમજ રેપીડ ટેસ્ટમાં : (13) ખદીજા મોહંમદ નલાવાલા, (14) ચેતના ચિરાગભાઈ પ્રજાપતિ, (15) ઉર્વશી શંકરલાલ સોલંકી, (16) ધર્મેશ શંકરલાલ સોલંકી, (17) શંકરલાલ હરિલાલ સોલંકી, (18) છગનભાઈ માનસિંગભાઈ પ્રજાપતિ, (19) નિખિલ નકરેશભાઈ ચૌહાણ, (20) મણિલાલ કોહ્યાભાઈ પ્રજાપતિ અને (21) કિરણભાઈ સોમાભાઈ રાવતનાઓ ને કોરોના રિપોર્ટ પોઝીટીવ જાહેર થયેલ છે. આમ આજે રેગ્યુલર અને રેપીડ ટેસ્ટ મળી કુલ 21 જેટલાં પોઝીટીવ કેસો જાહેર થયાની સાથે જ આ તમામ વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેઓ કોના કોના સંપર્કમાં આવેલ છે. તેની માહિતી એકત્રિત કરવામાં આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર જોતરાઈ ગઈ હતી. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારને સેનેટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી તેમજ હોમ કોરોનટાઇન કરેલ વ્યક્તિઓ મળી કુલ 12829 લોકોના સેંપલ કલેક્ટ કર્યા હતા. જે પૈકી 11904 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે આજ રોજ દાહોદ જિલ્લામાં 21 વ્યક્તિ કોરોના પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા 705 થઈ છે અને આજ રોજ કુલ 34 વ્યક્તિ સરકારી ગાઈડ લાઇન મુજબ સજા થતાં કુુુલ 427 વ્યક્તિઓ સાજા થઈ તેમના ઘરે પરત ગયેલ છે. જ્યારે કોરોના પોઝીટીવ એક્ટિવ કેસની સંખ્યા કુલ 232 પર પહોચી ગઈ અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 04 અને અન્ય બીમારીને કારણે આજ રોજ મૃત્યુના 01 કેેસ નોંધાવવાની સાથે કુલ 42 વ્યક્તિઓ મળીને કુલ 46 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments