Tuesday, January 28, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાદાહોદ જિલ્લામાં જન સંપર્ક અભિયાનના અંતિમ તબક્કામાં ચિલકોટામાં યોજાયું મહિલા સંમેલન અને...

દાહોદ જિલ્લામાં જન સંપર્ક અભિયાનના અંતિમ તબક્કામાં ચિલકોટામાં યોજાયું મહિલા સંમેલન અને ઘર ઘર સંપર્ક

સમગ્ર ભારતમાં સંપર્ક થી સમર્થન અને જન સંપર્ક અભિયાન, ઘર ઘર સંપર્ક કાર્યક્રમો મોદી સરકારના ૯ (નવ) વર્ષ પૂર્ણ થવાની ઉજાણીના ભાગ રૂપે સમગ દેશમાં ભારતીય જનતા પાર્ટી ઉજવી રહી છે, ત્યારે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમો અંતર્ગત આજે લીમખેડા વિધાનસભામાં આવેલ ચિલાકોટા ગામે મુખ્ય શાળામાં તમામ બુથોની મહિલાઓનું સંમેલન દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં તેમના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.

આ મહિલા સંમેલનમાં સાંસદ જસવંતસિંહ દ્વારા મહિલાઓ સાથે મોદી સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરી હતી અને આ યોજનાઓનો લાભ બધાને મળે છે કે કેમ તે બાબતે પૂછતા મહિલાઓ એ જણાવ્યું હતું કે દરેક યોજનાઓના લાભ પુરે પુરો મળે છે અને અમે સરકારના કામ થી ખુશ છીએ. ત્યારબાદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને સરપંચ જિલ્લા સભ્ય સાથે કોટવાળ ફળિયા અને ડામોર ફળિયામાં ઘર ઘર સંપર્ક કર્યો હતો. અને ૯ (નવ) વર્ષના વિકાસ કર્યો અંગે માહિતી પુસ્તિકાનું વિતરણ કર્યું હતુ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments