- કેન્દ્ર સરકાર દેશના ગરીબો ખેડૂતો શ્રમયોગીઓના ઉજજવળ ભવિષ્ય માટે પ્રતિબધ્ધ છે.
- દેશમાં ૪૨ કરોડ શ્રમયોગીઓની નોંધણી થઇ છે.
જિલ્લામાં ૧૦૪૭૨ શ્રમિકોએ માનધન યોજના હેઠળ નોંધણી કરાવેલ છે. - કેન્દ્ર સરકારે આ યોજના માટે ૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. : કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રી જશવંતસિંહ ભાભોર
દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનું લોકાર્પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ થી કર્યું હતું અને જશવંતસિંહ ભાભોર દ્વારા તેનું દાહોદમાં અમલીકરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દાહોદ જિલ્લા સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, જિલ્લા કલેકટર વિજય ખરાડી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી.બી. બલાત, પ્રાંત અધિકારીશ્રી તેજશકુમાર પરમાર, જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીશ્રી પહાડીયા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી રેણુકાબેન ગણાવા, શ્રમયોગી કચેરીના અધિકારી-કર્મચારીઓ લાભાર્થીઓ ગ્રામજનો આંગણવાડી-આશાવર્કર, બહેનો વગેરે ઉપસ્થિત રહયા હતા.
પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના નોડલ અધિકારી પી.એલ.કોસ્ટાએ યોજાનાની વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યુ હતુ કે આ યોજનાનો લાભ ૧૮ વર્ષથી ઉપર અને ૪૦ વર્ષ સુધીના વ્યકિતને અને રૂા. ૧૫૦૦૦/- સુધીની તથા તેનાથી ઓછી આવક ધરાવતા શ્રમિકને મળશે. તે માટે ઉંમર પ્રમાણે ₹.૫૫/- થી ₹.૨૦૦/- નું પ્રિમિયમ ભરવાનું રહેશે. તેની સામે સરકાર એટલા જ રૂપિયા જમા કરાવશે. જેનો લાભ વ્યકિતને ૬૦ વર્ષ પછી આજીવન મળશે. આ યોજનામાં રિક્ષાચાલક, દરજીકામ, ખેડૂત, મોચીકામ, બાંધકામ શ્રમયોગીઓ ફેરિયાઓ બાંધકામ શ્રમયોગી ઘરેલુ શ્રમયોગી આંગણવાડી, મધ્યાન ભોજન શ્રમયોગીઓ, આશા શ્રમયોગીઓ મનરેગાના લાભાર્થીઓ વગેરે આવા કોઈપણ વ્યવસાય કરતા લાભાર્થી આ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજનાનો લાભ જે લાભાર્થીએ લીધો છે તેઓને જશવંતસિંહ ભાભોર તથા મહાનુભાવોના હસ્તે સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ યોજના નો મુખ્ય ઉદ્દેશ 60 વર્ષ પછી લાભાર્થી ને દર મહિને Rs. 3000 /- નું પેંશન મળવા પાત્ર થશે.આયોજનનો લાભ લેવા માટે લાભાર્થીએ આધારકાર્ડ અને બેન્ક પાસબુક ઓરીજનલ લઇને આપના ગામ કે CSC સેન્ટર પર જઇને રજીસ્ટ્રેશન કરવાનું રહશે. તથા આ યોજનાના લાભાર્થી જે હશે જો સ્ત્રી કે પુરુષ બે માંથી કોઈ પણ એક નું જો અવસાન થાય તો પણ 60 વર્ષ પછી ₹.1500/- જે હયાત હશે તેની ફેમેલીને અડધા પેંશન રૂપે મળવા પાત્ર રહેશે.