
આજ રોજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દાહોદ તથા ફેઈથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે COTPA-2003, Secon6 [B] ના સખ્ત અમલીકરણ હેતુ “યલ્લો લાઇન કેમ્પિયન” નું આરંભ કરેલ છે. આજ રોજ ગુણા પ્રાથમિક શાળા ખાતે “યલ્લો લાઇન કેમ્પિઈન” પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ગુણાના ડો .કિંજલબેન અને ફેઈથ ફાઉન્ડેશન પ્રોગ્રામ મેનેજર સુઝન સેમસન તથા તેમની અને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ દાહોદના શૈલેષ રાઠોડ [સાયકોલોજિસ્ટ], મયંક પટેલ [સોશિયલ વર્કર], જિલ્લા પંચાયત તમામ કર્મચારી હાજર રહ્યા હતા. સુઝન સેમસને બાળકોને સંબોધી COTPA-2003, ના કાયદા અને કલમોની જાણકારીની સમજ નાટક દ્વારા પ્રસ્તુત કરી હતી. N.T.C.P. જિલ્લા પંચાયત દાહોદ દ્વારા તમાકુથી થતાં નુકસાન વિષે સમજ આપી હતી. સમગ્ર કાર્યક્રમ બાદ શાળાના ૧૦૦ વારની ત્રિજ્યામાં “યલ્લો લાઇન” દોરી દાહોદ જિલ્લામાં “યલ્લો લાઇન કેમ્પેઇન” નો આરંભ કરવામાં આવ્યો હતો.