Thursday, December 5, 2024
Google search engine
HomeHeadlinesદાહોદ જિલ્લામાં ” મા અન્ન્ પૂર્ણા યોજના" નો શુભારંભ કરાવતા વન અને...

દાહોદ જિલ્લામાં ” મા અન્ન્ પૂર્ણા યોજના” નો શુભારંભ કરાવતા વન અને મત્સ્યોધોગ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ

logo-newstok-272-150x53(1)Editorial Desk – Dahod 

દાહોદ જિલ્લામાં ગરીબોના વિકાસ માટે જેમનું હદય અત્યંત સંવેદનશીલ છે. ગુજરાતના સર્વાંગી ઉત્કર્ષ માટે જે સદાય તત્પર છે. એવા વાત્સલ્ય મૂર્તિ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વવાળી સરકારે એક વધુ સંવેદનાસભર કલ્યાણકારી કદમ એટલે ” મા અન્નપૂર્ણા યોજના”. આ યોજના જિલ્લા કક્ષાનો શુભારંભ રાજયના વન અને મત્સ્યોધોગ રાજય મંત્રી બચુભાઇ ખાબડના હેસ્તે અને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિતમાં દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વન રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે કે ભારત સરકારના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો- ૨૦૧૩ રાજય સરકારને અમલી કરવા જણાવેલ હતો. તે હેતુ થી “ મા અન્નપૂર્ણા યોજના ” નો પ્રારંભ થવાથી જરૂરિયાતમંદ, મધ્યમવર્ગ, ગરીબ વર્ગ તેમજ છેવાડે વસતા નાગરિકોને પોષાય તેવા ભાવથી અનાજ આપતી અત્યંત ઉપકારક “ મા અન્નપૂર્ણાયોજના ” સાબિત થશે. ગુજરાતનો દરેક નાગરિક સન્માનભેર જીવન સુનિશ્વિત કરી કોઇ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ના રહે, દરેક બાળક અને માતાને પૂરતો આહાર મળે અને દરેક નાગરિકનું આરોગ્ય સુધરે તેવા ત્રિવેણી ઉદેશથી “ મા અન્નપૂર્ણા યોજના ” શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત તમામ લાભાર્થીઓને રૂા. ૨/- ના ભાવે ૧ કિલો ઘઉં અને ચોખા રૂા. ૩/- પ્રતિકિલોના ભાવે મળશે. હાલ જાહેર વિતરણ યોજનામાં સમિત જથ્થો રાહત દરે અને બાકીનો જથ્થો તેનાથી વધુ ભાવે (એટલે કે રૂા. ૭.૭૦ ના દરે ) આપવામાં આવશે. આ ઉપરાંત જાહેર વિતરણ યોજના હેઠળ અત્યોંદય અને બીપીએલ ૩૦૦૩૭૩ પરિવારોને દર માસે ખાંડ અને આયોડાઇઝ મીઠું અને વર્ષમાં બે વખત ખાધ તેલ રાહત દરે આપવામાં આવશે.આ યોજનાનો લાભ જિલ્લાના તમામ અંત્યોદય કુંટુબોને બી.પી.એસ યાદીમાં સમાવિષ્ટ તેમજ અગ્રતા ક્રમે આવતા કુટુંબોને પણ લાભ આપવામાં આવશે. આ યોજના સમગ્ર રાજયમાં ૩.૮૨ કરોડ નાગરિકોને આવરી લેવામાં આવેલ છે. જિલ્લામાં ૮૪ ટકા વસતીને આ યોજના હેઠળ આ યોજનાનો લાભ મળશે. એમ ખાબડે જણાવ્યું હતું

દાહોદ જિલ્લામાં કુલ  ૨૩૭૪૦૯ રેશનકાર્ડ ધારકોને માસિક ૮૬૪૮ મે. ટન અનાજ મળશે

અગ્રિમતા ધરાવતા કુટુંબોને વ્યકિત દીઠ ૫ કિલો અનાજ મળશે.

દાહોદ જિલ્લામાં ” મા અન્ન્ પૂર્ણા યોજના” નો લાભ ૮૪ ટકા વસતીને મળશે.

                                                                             – વન-મત્સ્યોધોગ રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ

 

વધુમાં રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ગરીબ-વંચિતોને અનાજનો જથ્થો નિયમિત મળી રહે તે માટે ગોડાઉનોમાં નિયમિત જથ્થો ફાળવવા માટે રાજય સરકારે ચોકકસ આયોજન કર્યું છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના બાકીના રસ્તાઓ પૂર્ણ કરવા, કડાણા ડેમમાંથી સિંચાઇનું પાણી મળે તે માટે રૂા. ૧૯૦ કરોડનું બજેટ, હાંફેશ્વર ડેમમાં પીવાનું શુધ્ધ પાણી લોકોને મળે તે માટે ૧૫૦ કરોડનું બજેટ ફાળવાયું છે. આ યોજનાનો ટૂંકા સમયમાં શુભારંભ કરી ૨૦૧૭ સુધીમાં પરિપૂર્ણ કરવામાં આવશે. એમ ખાબડે જણાવ્યું હતું.

દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે પંડિત દિનદયાળ ઉપાધ્યાય તથા પૂ. મહાત્મા ગાંધીબાપુનું છેવાડાના માનવીના ઉત્કર્ષ માટેનું સ્વપ્ન હતું તે પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજય સરકારના કટિબધ્ધ છે. દાહોદ જીલ્લામાં કુલ ૨૩૭૪૦૯ રેશનકાર્ડની કુલ ૧૭૭૯૦૭૫ જન સંખ્યાને કુલ માસિક ૮૬૪૮ મેટ્રિક ટન અનાજ એટલે કે ઘઉં, ચોખા, અને બરછટ અનાજ નજીવા ભાવે મળશે. પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે ગામે ગામ ટેન્કર દ્રારા પીવાનું શુધ્ધ પાણી આપવા માટે તથા મુંગા પશુઓને આવી અછતની પરિસ્થિતમાં ઘાસ પુરૂ પાડવા માટે સરકાર અને જીલ્લા વહીવટી તંત્રનું ચોક્કસ આયોજન છે. ” મા અન્ન્ પૂર્ણા યોજના”  થકી કોઇપણ વયકિત-બાળક-કે માતાને ભૂખા સુવું નહીં પડે તેવી સરકારશ્રીની સંવેદના સાથેની યોજના છે. તેનો જાગૃત થઇ લાભ લેવા તથા અપાવવા સાંસદએ અપીલ કરી હતી.

આ પ્રસંગે મંત્રી તથા મહાનુભાવોના હસ્તે બી.પી.એલ કાર્ડ ધારકોને વિનામુલ્યે એલ.પી.જી ગેસ કનેકશન, બોટલ, સહિતની સગડીનું તથા ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ બાકી બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને નવા રેશનકાર્ડનું તથા “ મા અન્નપૂર્ણા યોજના ” હેઠળના લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં, ચોખાના જથ્થાનું વિતરણ  આ તબક્કે કરવામાં આવ્યું  હતું

આ તબકકે સ્‍વાગત પ્રવચન તથા યોજનાની રૂપરેખા જિલ્લા પુરવઠા અધિકારી જે.ડી.પટેલે તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આભારવિધિ નાયબ મામલતદારશ્રી રમેશ પરમારે કરી હતી.

આ કાર્યક્રમમાં લીમખેડા ધારાસભ્ય વિંછીયાભાઇ ભુરીયા, ભારતીય જનતા પક્ષના નવનિયુકત જીલ્લા પ્રમુખ શંકરભાઇ અમલીયાર, દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન કનૈયાલાલ કિશોરી, પ્રવાસન નિગમના ડિરેકટર સુધીરભાઇ લાલપુરવાળ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંયુકતાબેન મોદી, જિલ્‍લા કલેકટર એમ.એ.ગાંધી, જિલ્‍લા વિકાસ અધિકારી સતિષ પટેલ, જિલ્‍લા પોલીસ વડાશ્રી મનોજ નિનામા, પ્રાયોજના વહીવટદાર બી.ડી.નીનામા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક ઉપાધ્યાય, પ્રાંત અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખો , મામલતદારો , વ્યાજવી ભાવના સંચાલકો-વિશાળ સંખ્યામાં  ”મા અન્નપૂર્ણ યોજના”ના લાભાર્થીઓ ગ્રામજનો, નગરજનો, સામાજિક કાર્યક્રરો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments