દાહોદ તાલુકાના રાજપુર અને ઠક્કરબાપા પ્રાથમિક શાળા અને મંગલમહુડી ખાતે નામાંકન કરવતા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે દાહોદ તાલુકાના રાજપુર, અને ઠક્કરબાપા પ્રાથમિક શાળા અને આજ રોજ મંગળમહુડી ખાતે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ માં પ્રવેશ પામનાર બાળકોનું નામાંકન કરાવ્યું હતું.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા શિક્ષકોની ભૂમિકા વિશેષ છે ત્યારે બાળકોને ગુણવત્તા સભર અને અસરકાર શિક્ષણ આપવા શીખ આપી હતી. તેમજ શાળમાં પ્રવેશ કરનાર બાળકોને આગળ વધી ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરવા શુભેચ્છા પાઠવી હતી. દાહોદ તાલુકાના રાજપુર ખાતે પ્રાથમિક શાળા ખાતે ધો. – ૧ માં પ્રવેશ કરનારા ૨ – કુમાર અને ૪ – કન્યા મળી કુલ – ૬ અને બાલવાટિકામાં ૩૦ – કુમાર અને ૧૯ – કન્યા મળી કુલ – ૪૯ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. જયારે ઠક્કરબાપા પ્રાથમિક શાળા ખાતે ધો. – ૧ માં ૨ – કુમાર અને ૨ – કન્યા મળી કુલ – ૪ નામાંકન કરાવવામાં આવ્યું હતું.