દાહોદ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની પ્રેરણાથી ICDS યોજના છેવાડાના લોકો સુધી મોટા પ્રમાણમાં પહોંચે તેમજ લાભાર્થીઓને પૂરતો લાભ મળવાની સાથે કુપોષણમાંથી મુક્ત કરવા બનતા દરેક પ્રયત્નો કરવામાં આવશે. તે માટે ‘સુપોષિત દાહોદ મોનિટરિંગ સિસ્ટમ’ નામની એક પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ અંગે CDPO અને મુખ્ય સેવિકાની ૧ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ઈરાબેન, સહિત CDPO, મુખ્ય સેવિકા બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.