Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં સુરક્ષાગાર્ડ અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે રજીસ્ટ્રેશન કેમ્પો યોજાશે :...

દાહોદ જિલ્લામાં સુરક્ષાગાર્ડ અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે રજીસ્ટ્રેશન કેમ્પો યોજાશે : બેરોજગાર ઉમેદવારોને રોજગારી માટેની ઉત્તમ તક

દાહોદ જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે S.S.C.I. (સિકયોરીટી સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડિયા લિમિટેડ ) માણસા, ગાંધીનગર દ્વારા સિકયોરીટી ટ્રેનીંગ રજીસ્ટ્રેશન કેમ્પની ગોઠવણી કરવામાં આવી રહી છે.

તદનુસાર સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા સુપરવાઇઝરના ભરતી કેમ્પો પૈકી :

  • ગરબાડા તાલુકાનો ભરતી કેમ્પ માધ્યમિક શાળા, ગરબાડા ખાતે તા. ૨૮/૦૫/૨૦૧૯ ના રોજ
  • ધાનપુર તાલુકામાં શ્રી રાજ ઉત્તર બુનિયાદી વિધાલય, પીપેરો ખાતે તા. ૩૦/૦૫/૨૦૧૯ના રોજ
  • ઝાલોદ તાલુકામાં શ્રી બી.એમ.હાઇસ્કુલ, ઝાલોદ ખાતે તા. ૦૧/૦૬/૨૦૧૯ ના રોજ જયારે
  • ફતેપુરા તાલુકાનો ભરતી કેમ્પ શ્રી આઇ.કે.દેસાઇ હાઇસ્કુલ, ફતેપુરા ખાતે તા. ૦૨/૦૬/૨૦૧૯ના રોજ યોજાશે.

આ તમામ ભરતી કેમ્પોનો સમય સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૬:૦૦ કલાક સુધીનો નિયત સ્થળોએ રહેશે. આ ભરતી માટે ઉમર, શૈક્ષણિક લાયકાત, ઉંચાઇ, વજન અને નિયત પગાર આ મુજબ રહેશે. તે પૈકી સુરક્ષાગાર્ડ માટે વયમર્યાદા ૨૦ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ધો ૧૦ પાસ/નપાસ, ઉંચાઇ ૧૬૮, સે.મી, વજન ૫૨ (બાવન) કિ.ગ્રા, રાજય સરકારના નિયમોનુસાર પગાર ૧૦,૦૦૦/- થી ૧૪,૦૦૦/- રહેશે. જયારે સુપરવાઇઝર માટે વયમર્યાદા ૨૧ થી ૩૫ વર્ષ, શૈક્ષણિક લાયકાત ૧૨ મુ પાસ / બી.એ, ઉંચાઇ ૧૭૦ સે.મી. રાજય સરકારના નિયમોનુસાર પગાર ૧૪,૦૦૦/- થી ૧૬,૦૦૦/- રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ધો ૧૦ પાસ / નપાસની માર્કશીટ, બે ફોટા, આધાર કાર્ડની નકલ તથા લીવીંગ સર્ટિફિકેટ લઇ આવવાનુ રહેશે.
આ ભરતી દ્વારા ઐાધોગિક ક્ષેત્રો જેવા કે બેન્ક, એટીએમ, મોલ, હોટલ, ઇફ્કો, યુનિવર્સિટી, કમ્પનીઓ, ઉધોગો, એરપોર્ટ, રેલવે સ્ટેશન પર માસિક વેતન પર રાખવામાં આવશે. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ જે તે નિયત સ્થળોએ અને તારીખોએ ઉપસ્થિત રહેવા ગાંધીનગર, માણસા, રીજનલ ટ્રેનિગ સેન્ટરના ડેપ્યુટી કમાન્ડેન્ડશ્રી રમેશકુમાર જશવાલે એક અખબારી યાદી દ્વારા જણાવ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments