દાહોદ જિલ્લાના DEO લાંચ લેતા ACB ના હાથે રંગે હાથે પકડાયા બાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલના હુકમથી નવા DEO અને DPEO નાં ચાર્જ નવા અધિકારીઓને સોંપાયા તેવું આર.સી.દેસાઈ નાયબ સચિવ શિક્ષણ વિભાગ દ્વારા એક પત્ર દ્વારા જણાવવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી મુજબ આર.સી. દેસાઈ, નાયબ સચિવ, શિક્ષણ વિભાગ, ગાંધીનગર દ્વારા આજે તા.૦૯/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ DEO અને DPEO ની દાહોદ જિલ્લામા લાંચના કેસ માં પકડાયા બાદ DEO નો ચાર્જ સુરેશભાઈ મેડા, આચાર્ય, મોડેલ સ્કૂલ, ગરબાડાને સોંપવામાં આવેલ જ્યારે ખાલી પડેલ DPEO ની જગ્યા માટે નાયબ DPEO (પ્લાન) નૈલેષકુમાર દિપસિંહ મુનીયા ને DPEO નો ચાર્જ સોંપવામાં આવેલ છે.
વધુમાં દાહોદના DEO રીડર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરની અનઉપસ્થિતિ દરમિયાનનો રીડર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર હવાલો એન.ડી. પટેલ રીડર, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગરને તેઓની ફરજ ઉપરાંત વધારાના હવાલા તરીકે સોંપવામાં આવેલ છે.