સમગ્ર ગુજરાતની સાથે દાહોદ જિલ્લામાં પણ SSC બોર્ડની પરીક્ષા શરૂ થતા તમામ કેન્દ્રો ઉપર આચાર્ય દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શાંતિથી અને ગભરાયા વગર પરીક્ષા આપે તે હેતુથી ગેટ પર ફૂલો અને પ્રસાદ સ્વરૂપે મિશ્રી આપી મોઢું મીઠું કરાવામાં આવ્યું હતું અને દાહોદ નવજીવન ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસે.એલ.દામા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ વિદ્યાર્થીઓને મનોબળ વધે તે માટે મીશ્રી અને ફુલ આપી શુભેચ્છા પાઠવી હતી. અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમયસર શાળામાં પ્રવેશ કરી જાય તેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર જિલ્લામાં રાખી હતી અને આ મામલે જિલ્લાના તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓ રૂરલ વિસ્તારમાંથી સમયસર પહોંચી રહે તે માટે બસોના સ્પેશિયલ રૂટોની ફાળવણી કરવામાં આવી હતી. આ તમામ વ્યવસ્થા જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને તમામ સેન્ટરો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો દાહોદ જિલ્લામાં SSC ની પરિક્ષામાં કુલ 42390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને બપોરે 3.00 કલાકે HSC ની પરિક્ષા શરૂ થશે. જેમાં 2180 વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપશે અને સામાન્ય પ્રવાહમાં 20880 વિદ્યાર્થીઓ મળી કુલ 23880 વિદ્યાર્થીઓ HSC ની પરીક્ષા આપશે.
HomeDahod - દાહોદદાહોદ જિલ્લામાં SSC બોર્ડની પરીક્ષાનો થયો શુભારંભ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા...