દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ લેન્ડ ગ્રેમ્બિંગ અંગેની બેઠક યોજવામાં આવી હતી. એ દરમ્યાન મહેસુલ અધિકારી ઓની માસિક બેઠક, પીજી પોર્ટલની પેન્ડિંગ અરજીઓ માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. જે નિમિતે ધાર્મિક દબાણો, સીટી સર્વે, ગૌચર જમીન તેમજ વેચાણખત કરેલ જમીનને ધ્યાને રાખીને જરૂરી મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં થયેલ દબાણો તેમજ આવેલ અરજીઓની વિગતવાર ચર્ચા કરીને સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાઠવા, નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારી સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદાર તેમજ સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.