Tuesday, April 15, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા તથા જિલ્લા બહારના કુલ ૧૧ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૪...

દાહોદ જિલ્લા તથા જિલ્લા બહારના કુલ ૧૧ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૪ વર્ષથી નાસતો ફરતો આરોપી તેમજ તેના મુખ્ય સૂત્રધારને ઝડપવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડે મળેલ સફળતા

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાની કાલીયાવાડ ઘરફોડ ચોરીની આંતર જિલ્લા ખૂનખાર ગેંગનો છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાસતો ફરતો આરોપી તેમજ તેના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જિલ્લા તેમજ જિલ્લા બહારના કુલ ૧૧ ઘરફોડ ચોરીના અન ડિટેકટ ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ તેમજ પેરોલ ફર્લો સ્કવોર્ડે મળે સફળતા.

નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારુ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. શાહ LCBના ઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને LCB P. I. બી.ડી. શાહનાઓની સુચના મુજબ ગઈ કાલે LCB P.S.I. પી.એમ. મકવાણા તથા PSI આઇ.એ. સિસોદિયા, પેરોલ ફર્લો સ્કવોડ તથા LCB તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો સાથે સંયુક્તમાં ધાનપુર પો. સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાના નાસતા ફરતા આરોપીઓ પકડવા તેમજ જેલ ફરારી, વચગાળાના જામીન ફરારી આરોપીઓની માહિતી એકત્રિત કરવા સારું તેમજ તેઓના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગનું આયોજન કરેલ આ દરમિયાન આ ટીમને અગાસવાણી ત્રણ રસ્તા ઉપર જતા માહિતી પ્રાપ્ત થયેલ કે દેવ. બારીયા પો.સ્ટે.ફ.ગુ. રજી.નં. ૮૬/૨૦૧૮ IPC કલમ ૪૫૭, ૩૮૦ મુજબ તેમજ ખેડા જિલ્લા સેવાલિયા પો. સ્ટે. તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ પો. સ્ટે. મળી કુલ ૦૪ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો મહેશભાઈ હિમલાભાઇ જાતે દાહમા, રહે. દાહમા ફળિયુ, કાલિયાવાડ, તા. ધાનપુર જિ. દાહોદ તેના સાગરિત સાથે લીલા કલરનું હોન્ડા લીવો કંપનીનું મો.સા. લઈ તેના ઘરેથી નીકળી કોઈ જગ્યાએ ચોરી કરવા સારું અગાસવાણી ત્રણ રસ્તા તરફ જનાર છે. જે માહિતી આધારે આ ટીમે વ્યૂહાત્મક રીતે આયોજન બદ્ધ વોચ ગોઠવી મો. સા. સાથે બે ઈસમોને પકડી પાડેલ. જે પકડાયેલ ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા જિલ્લા તેમજ જિલ્લા બહારના કુલ ૦૪ ઘરફોડ ચોરીના ગુનાની કબુલાત કરતા થવા પામેલ.

પકડાયેલ આરોપીઓ : – (૧) મહેશભાઈ હિમલાભાઇ જાતે દાહમા, રહે. દાહમા ફળિયુ, કાલિયાવાડ, તા. ધાનપુર જિ. દાહોદ અને (૨) મુકેશભાઈ બળવંતભાઈ જાતે દાહમા રહે. દાહમા ફળિયુ, કાલિયાવાડ, તા. ધાનપુર જિ. દાહોદ. આ પકડાયેલ કાલિયાવાડ ગેંગના સૂત્રધાર આરોપીઓમાં કુલ ૦૬ સભ્ય સંકળાયેલ છે. જે પૈકી પકડાયેલા આરોપી મહેશભાઈ હિરાભાઇ દાહમાનાનો દેવ. બારિયા પો. સ્ટે. ઘરફોડ ચોરીના ૦૨ ગુનાઓ તેમજ ખેડા જિલ્લાના સેવાલીયા પો.સ્ટે. ઘરફોડ ચોરીના ૦૧ ગુના તેમજ પંચમહાલ જિલ્લાના હાલોલ પો.સ્ટે. ઘરફોડ ચોરીના ૦૧ ગુનો મળી કુલ ૦૪ (ચાર) ગુનામાં નાસતો ફરતો હોવાનું જણાવેલ તેમજ પકડાયેલા આરોપી મુકેશભાઈ બળવંતભાઈ જાતે દાહમાનો સને ૨૦૧૮ ની સાલમાં ઘરફોડ ચોરીના કુલ ૧૧ ગુનામાં પકડાયેલા જેમાં ગોધરા શહેરના ૦૨ ગુના તથા દેવ. બારિયા પો.સ્ટે.ના ૦૨ ગુના થતા હાલોલ પો.સ્ટે. ના ૦૧ ગુનો તથા વડોદરા શહેરના માંજલપુર પો. સ્ટે.નો ૦૧ ગુનો તથા છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પો. સ્ટે.નો ૦૧ ગુનો તેમજ વલસાડ જિલ્લાના ડુંગરી પો.સ્ટે. ખાતે ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકેલ છે.

પકડાયેલા આરોપી એના સાગરીતો દિવસ દરમિયાન મજુરી કામના બહાને સ્થળ જગ્યાની રેકી કરી રાત્રિના સમયે ચોક્કસ જગ્યાએ ભેગા મળી લાકડી જેવા મારક હથિયારોથી સજ્જ થઈ રેકી કરેલ મકાન તેમજ દુકાનોને ટાર્ગેટ કરી લોક તોડી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવાની મોડસઓપ્રેંડી ધરાવે છે. આમ દાહોદ જિલ્લાના કાલિયાવાડ ઘરફોડ ચોરીની આંતર જિલ્લાનો ખુખાર ગેંગનો છેલ્લા ચાર વર્ષથી ઘરફોડ ચોરીના ચાર ગુનાઓમાં નાસતો ફરતો આરોપી તેમજ તેના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડી જિલ્લા તેમ જ જિલ્લા બહારના ઘરફોડ ચોરીના કુલ ૧૧ indeed ગુનાનો ભેદ ઉકેલવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાંચ કા પેરોલ ફર્લો સ્કવોડ અને સફળતા મળે છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments