THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા પાંચ વર્ષ પૂર્ણ કરી નિયત પગાર ધોરણમાં સમાવેશ થતાં શિક્ષકોનો કાર્યદક્ષતા પ્રમાણપત્ર એનાયત સમારોહ યોજાયો હતો. આ સમારંભનુ આયોજન દાહોદ જિલ્લા પંચાયત શિક્ષણ સમતિ દ્વારા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ ની દેખરેખમાં યોજાયો હતો. આ કાર્યક્રમ દાહોદ બ્લાઇન્ડ વેલ્ડર કાઉન્સિલ સભાખંડમાં યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલિયાર, ડીડીઓ નેહાકુમારી તેમજ ભાજપના અન્ય હોદ્દેદારો, BRC, CRC તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
આ સમારોહમાં દાહોદ જિલ્લાના ૩૧૭ શિક્ષકોને કાર્યદક્ષતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પાછલા એક વર્ષની ઉપલબ્ધિઓની એક શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી અને મુખ્ય મુદ્દોએ હતો કે ગત વર્ષે એક હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી અને સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો હતો, દાહોદ જિલ્લા સાંસદે આ પ્રસંગે આનંદીબેન પટેલની શિક્ષણ નીતિઓની તારીફ કરી હતી અને કહ્યું હતું કે તેઓ શિક્ષણમાં ખૂબ મોટો બદલાવ લાવવા સફળ રહ્યા છે. અને વધુમાં કહ્યું હતું કે તાલુકે તાલુકે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરવામાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ખૂબ મોટો સિંહ ફાળો છે. જેના કારણે આદિવાસી દીકરા અને દીકરીઓ ડોકટર અને એન્જિનિયર બની શકશે. ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા જણાવ્યું હતું કે શિક્ષકોએ મજબુત શિક્ષણ આપી અને વિદ્યાર્થીઓને મજબૂત કરવા જોઈએ તે શિક્ષકોની ફરજમાં આવે છે. ત્યારબાદ મંચસ્ત મહાનુંભાવો દ્વારા કાર્યદક્ષતા પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું.