દાહોદમાં ભૂતકાળમાં બનેલ અસંખ્ય લૂંટ, ધાડ અને હાઈવે લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢી અને ગુના ડિટેકટ કરવાની જિલ્લા પોલીસ વડાની નેમ અને તેઓ દ્વારા અપાયેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા એલ.સી.બી PSI પી.બી.જાદવ તથા SOG PSI પંચાલ તથા સ્ટાફના ચુનંદા જવાનો સાથે રાખીને મળેલી માહિતી આધારે રામપુરાના ગરનાળા નીચે વોચ ગોઠવી હતી અને તે સમય દરમિયાન માતવાના મીથુન જવા માવી પલ્સર મોટરસાઇકલ ઉપર આવી રહ્યો હતો અને પોલીસને જોતા જ તેને મોટર સાઇકલ વળાવી લીધી હતી અને નાસવાની કોશિશ કરી હતી પરંતુ પોલીસે તેને પકડી પડ્યો હતો અને તેને રિમાન્ડ ઉપર લેતા આ ખૂંખાર ગુનેગારે લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં ગાડી પંક્ચર પડી અને લૂંટનો ગુનો કબુલ કરેલ, તેમજ કાળી તળાઇમાં ૨ શિક્ષિકાઓને આંતરીને લૂંટ કરી હતી તે કબુલ કરેલ, પાંચ મહિના અગાઉ કાલોલમાંથી પલ્સર મોટોરસાઈકલ ચોરી કરેલ જે આરોપીને પકડ્યો તે સમય તેની પાસેથી મળેલ તેમજ અન્ય ૨૦૧૭ ના દાહોદના રામપુરા વિસ્તારમાં શાકભાજીવાળને રોકી માર મારી મોબાઈલ અને મોટોરસાઈકલ લૂંટી હતી, તેમજ જેકોટ ગામમાં લોકોને બાનમાં લઇ સોના ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરી હતી. અને વધુમાં મધ્યપ્રદેશના બે મિત્રો મોટર સાઇકલ ઉપર સવારે 6 વાગ્યાની આસપાસ પાવાગઢ થી માતાજીના દર્શન કરીને પરત આવી રહ્યા હતા ત્યારે તેઓને આંતરીને બંને મિત્રોને ઢોર માર મારતા એકનું ઘટના સ્થળેજ મોટ નિપજાવ્યું હતું અને બીજાને ગંભીર ઈજાઓ કરી મોટર સાઇકલ, રોકડ અને મોબાઈલ લૂંટી નાસી ગયેલ હતા આ લૂંટ વિથ મર્ડર પણ આ કુખ્યાત ગુનેગારે કબુલ કરેલ છે.
ખરેખર દાહોદ જિલ્લામાં આટલા વર્ષોથી ચાલતી આ લુંટો વિષે ઘણા અધિકારીઓ આવીને ગયા અને તેઓને પણ માતવાની આ ગેંગ સક્રિય છે અને લૂંટ અને ઘાડ તેમજ હાઇવે લૂંટ અને અન્ય ગુનાહોમાં શામિલ છે તેની માહિતી હતી પરંતુ દાહોદ જિલ્લામાં આવતાની સાથે દાહોદ જિલ્લાના હાલના પોલીસ વડા પ્રેમ વીર સિંહ એ દાહોદ ને હાઇવે લૂંટ અને રોબરીથી મુક્ત કરવાની નેમ લીધી હતી અને
જેના ભાગ રૂપે તેઓએ આજ દિશામાં કામ કર્યું અને હજી પણ ચાલુ જ રહ્યું છે અને તેઓ તેને સાર્થક કરવા માટે મેહનત કરી પણ રહ્યા છે અને આવનારા સમયમાં હજી પણ બાકી રહેલ ગુનેગારો પર વધુ સંકંજો કસાય તો નવાઈ નહિ. અને દાહોદ જિલ્લાના પોલીસ વડાની આ મહેનત અને નિષ્ઠાના કારણે લોકો રાત્રે પણ બહારગામ થી જઈ અને આવી શકે છે.