Thursday, March 13, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા પોલીસનો સપાટો : જુદા જુદા બે સ્થળ ઉપરથી ૨૮૫ કિલો...

દાહોદ જિલ્લા પોલીસનો સપાટો : જુદા જુદા બે સ્થળ ઉપરથી ૨૮૫ કિલો જેટલા અફીણના ડોડા અને એક ઇનોવા કાર મળી કુલ ૧૫ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝબ્બે કર્યા

દાહોદ જિલ્લા પોલીસનો સપાટો, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ Dy.S.P. જે. પી. ભંડારી ની સૂચનાથી જિલ્લામાં જુદા જુદા બે સ્થળોએ કે જેમાં એક સ્થળે ડ્રોન ની મદદ થી ડિટેક્ષણ કર્યું હતું. આમ NDPSના બે કેસ કરી 285 કિલો જેટલો અફીણના ડોડા અને મુદ્દામાલ મળી કુલ 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે બે આરોપીઓ ઝબ્બે કર્યા હતા

દાહોદમાં તહેવારો ના આગમન સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસ ની સતર્કતા વધતા દાહોદની કતવારા પોલીસના સ્ટાફ ચેકીંગમાં હતા. તે દરમિયાન ખંગેલાના વાંદરીયા ફળિયામાં એક SUV લકઝરી કારનું રોકીને ચેકીંગ કરતા 13 થેલા કુલ 261.780 કિલો અફીણના પોષ ડોડા અને એક લકઝરી કાર તથા મોબાઈલ મળી રૂ.1345340 / નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી કૈલાશ બિશ્નોઈ ને ઝડપી પાડ્યો હતો અને 6 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપી રાજસ્થાનનો હોઈ આ મુદ્દામાલ મધ્ય પ્રદેશ થી લાવી અને રાજસ્થાન પોતાના વતનમાં પરત લઇ જતો હતો અને આગળ તે શું કરવાનો હતો તે અંગે ની વધુ ઊંડી તપાસ કતવારા પોલીસે હાથ ધરી છે.

જયારે બીજા કિસ્સામાં રણધીકપુર વિસ્તારના વડાપીપળા ગામના સંગાડા ફળિયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ અફીણ ના છોડવા નંગ 1602 જેનો વજન 23.875 કિલો અને તેની કિંમત રૂ 238750 ના મુદ્દામાલ સાથે આરોપી બીજલ સંગાડા ને ઝડપી પાડી S.O.G. પોલીસ એ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ દાહોદ જિલ્લા પોલીસે તહેવારો દરમિયાન NDPSના કેસો કરી પ્રશંશાનીય કામગીરી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments