દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવેલ કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપ પર ગત તા.૦૯/૦૪/૨૦૧૮ના રોજ રાત્રીના આશરે ૦૩:૦૦ વાગ્યાના સુમારે વીસથી પચીસ વર્ષની ઉંમરના મોઢે બુકાની બાંધી રિવોલ્વર તેમજ મારક હત્યારો જેવા કે લોખંડના સળિયા તથા પાવડા તેમજ પાવડાના હાથા લઈ પેટ્રોલ પંપ પર સૂતેલા કર્મચારીઓને માર મારી રિવોલ્વર બતાવીને પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી જઈ રોકડ રકમ ₹. ૪૫૦૦૦/-, મોબાઈલ નંગ – ૪, ચાંદીના ભોરીયા નંગ – ૨ મળી કુલ ₹.૫૩,૫૦૦/- ની મતાની લૂંટ કરી નાસી છૂટેલ. તે બાબતે પેટ્રોલ પંપના કર્મચારીના ફરિયાદના આધારે લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ સાથે આર્મ્સ એકટનો ગુનો રજીસ્ટર થયેલ.
આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ દાહોદ LCB PSI પી.બી.જાદવ લૂંટના આ ગુનાનો ભેદ વહેલામાં વહેલી તકે શોધી કાઢવા સારુ LCB PSI પી.બી.જાદવે જરૂરી એક્શન પ્લાન બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા સારું પંચમહાલ – ગોધરા R.R.સેલ તથા LCB પોલીસ સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો બનાવી શોધી કાઢવા સારું કાર્ય પ્લાન બનાવેલ આ પ્લાન અંતર્ગત LCB PSI પી.બી.જાદવ તથા પોલીસ સ્ટાફના માણસો તથા પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ સ્ટાફ સાથે સંયુક્તમાં ધાનપુર તાલુકાના સજોઇ ગામે અગાઉ લૂંટ ધાડમાં પકડાયેલા આરોપીઓની CCTV ફૂટેજના આધારે ધાનપુર પોલીસ સ્ટેશનના સજોઇ ગામે લૂંટ ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને વોચ દરમિયાન સજોઈ ગામના ત્રણ રસ્તા ઉપર શંકાસ્પદ હાલતમાં ચોરીની મોટરસાયકલ સાથે સજોઈ ગેન્ગનો ખૂંખાર આરોપી કિશન સમરસિંગ મોહનીયા તથા તેના સાગરિતો કિરણભાઈ રમેશભાઈ નીનામા રહેવાસી નાનીવાવ, તા.સિંગવડ, જિ. દાહોદનાઓને ઝડપી પાડી તેમજ બંને પકડાયેલી આરોપીઓની સઘન પૂછપરછમાં તેઓએ તેમના સાગરીતો સાથે ભેગા મળીને લીમખેડા તાલુકાના દુધિયા ગામે આવેલ પેટ્રોલ પમ્પની લૂંટ કરેલાની કબૂલાત કરેલ જે અનુસંધાને વહેલી સવારના આરોપી કિશન સમરસિંહભાઈ મોહનીયાના આશ્રય સ્થાનો ઉપર કોમબિંગ દરમિયાન પેટ્રોલ પંપ લૂંટતી વખતે ઉપયોગમાં લીધેલ દેશી માઉઝર પિસ્તોલ તથા લૂંટમાં ભાગમાં આવેલ ₹.૫,૫૦૦/- તથા ગુના વખતે પહેરેલ પીળા રંગની ટી-શર્ટ કબ્જે કરવામાં આવેલ.
તેમજ આ ગુનાનો સાગરીત લલીતભાઈ રમેશભાઈ સતોળ રહે.હીરાપુર, તા.સિંગવડ, જી. દાહોદને તેના ઘરેથી વહેલી સવારે ઝડપી પાડવામાં આવેલ. પેટ્રોલ પંપના લૂંટમાં પકડાયેલા આરોપીઓમાં (૧) કિસન સમરસિંહ મોહનીયા રહે.સજોઈ, તા.ધાનપુર, જિ. દાહોદ, (૨) કિરણ રમેશભાઈ નિનામા રહે. નાનીવાવ તા.સિંગવડ, જી.દાહોદ (૩) લલિત રમેશભાઈ સતોળ, રહે. હીરાપુર, તા.સિંગવડ, જિ. દાહોદ આરોપીઓ પાસેથી લૂંટમાં ઉપયોગમાં લીધેલ મોબાઈલ ફોન નંગ ૩ કિંમત ₹.૫,૦૦૦/- તથા મોટરસાયકલ નં ૧ કિંમત ₹.૨૫,૦૦૦/- તથા દેશી હાથ બનાવટના અંગે કિંમત 15,000 રૂપિયા મળી કુલ રૂપિયા ૫૦ હજાર પાંચસો કબજે કરવામાં આવેલ.
આમ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન હેઠળ LCB PSI પી.બી.જાદવ અને પોલીસ સ્ટાફના જવાનોની લૂંટ ધાડના આ બીજા બનાવને પણ સફળતા પૂર્વક પાર પાડી.