THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ દાહોદમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેઓ ગાંધીનગરમાં આઈ.બી.પી. માં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી છે. આ ઉપરાંત અંકલેશ્વર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી હતી તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર તેમણે સંભાર્યો હતો તેઓ ગુજરાતના કચ્છ જિલ્લાના વતની છે.
આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ ડાંગમાં એસપી તરીકે થઈ હતી.એસ.પી. કચેરી દાહોદ ખાતે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી.નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક પટેલ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.