THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આ લોકડાઉનના સમયમાં દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરની સૂચના અને Dy.S.P. કલ્પેશ ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ ટાઉન P .I વસંત પટેલ દ્વારા ઉમદા અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. તેમને જે દિવસથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે દિવસથી લઈને આજ તા.૩૧/૦૩/૨૦૨૦ ને મંગળવારના રોજ સુધીમાં જાહેરનામાનો ભંગ કરનારા કુલ-૧૫૫ ગુનાઓ નોંધી કુલ-૧૯૯ ઇસમોની અટકાયત કરી છે. ખોટી રીતે ફરતા વાહન ચાલકોને રોકી કુલ-૩૦૧ વાહનોને ડિટેઈન કર્યા છે અને રોકડ દંડ ₹.૧૬,૫૦૦/- સ્થળ ઉપર જ વસુલ કરવામાં આવ્યો છે.
વધુમાં આ લોકડાઉનની અમલવારીમાં સમગ્ર જિલ્લાની પોલીસ ચુસ્ત બની ડ્રોન સર્વેલન્સ / CCTV સર્વેલન્સ રાખી ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી કરી રહેલ છે. અને ખોટી રીતે વારંવાર હરતા ફરતા (આંટા મારતા) વાહનો દ્વિ-ચક્રી વાહન ચાલકોને રોકી અને તેમને વેરીફાય કરી તેમના વાહન ડિટેઈન કરવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
દાહોદ જિલ્લા પોલીસ : લોકડાઉન અમલીકરણમાં બની સખ્ત
RELATED ARTICLES