Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી...

દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે બજેટની વિસ્તૃત જાણકારી અને માહિતી આપતી પ્રેસ કોન્ફરન્સ વડોદરાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ

ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમન દ્વારા સર્વાંગી વિકાસ અને હિસ્ટ્રી બજેટ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી આ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. જેમાં દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, ધારાસભ્ય વડોદરા કેયુરભાઈ રોકડીયા, મહામંત્રી નરેન્દ્ર સોની, ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી, કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેયુરભાઈ રોકડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટનો મુખ્ય ગોલ રાજ્યનું એસ્પિરેશન શું છે જરૂરિયાતને ધ્યાને રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ ત્રણ ઘણું વધાર્યું છે.

આ વર્ષનું બજેટ 44લાખ કરોડ છે. દસ વર્ષમાં બજેટ ત્રણ ઘણું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવમાં આવે છે આ વખતે ગરીબો, ખેડૂતો , મહિલાઓ અને યુવાઓને ધ્યાનમાં રાખી બજેટનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

દેશમાં કોવિડ પછી 80 કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્માનનો લાભ 70 વર્ષ થી વધુ ઉમરના લોકોને લાભ આપશે. સૌથી મોટો ખેડૂતોનો પ્રશ્નો જમીન માલિકીનો હોય છે તેના માટે પણ અલાયદી જોગવાઈ કરી છે અને તેઓ માટે “ભુ આધાર” ની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 500 ટોપ કંપનીમાં ઇન્ટરનશિપ સરકારે કમપ્લસરી છે અને એનાથી એક કરોડ યુવાઓ ને લાભ થશે

મોદી સરકારનું આ બજેટ દેશ માટે વિકાસલક્ષી અને દેશની સુરક્ષા માટે પણ હિતકારી છે અને એમાં આદિવાસીઓ માટે પણ વિકાસલક્ષી વિવિધ યોજનાઓ નો સમાવેશ કરી આદિવાસી ના વિકાસ ની ગઠાને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે

Byteકેયુરભાઈ રોકડીયા, ધારાસભ્ય, વડોદરા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments