Thursday, January 2, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારને એક અખબાર દ્વારા એવોર્ડ એનાયત કરાયો

દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારને એક અખબાર દ્વારા એવોર્ડ એનાયત કરાયો

  • જિલ્લામા શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે સન્માન અપાયુ.
  • ભાજપના કાર્યકરો ગેલમા આવી ગયા, પરિવારજનો મિત્રોમાં આનંદ, સોશ્યલ મિડીયામાં શુભેચ્છાઓનો વરસાદ થયો.

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને એક અખબાર તરફથી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. આ સમાચાર દાહોદ જિલ્લામા ફેલાતા ભાજપાના કાર્યકરો સહિત તેમના પરિવારજનોમા હર્ષ ફેલાઈ ગયો છે.

દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે શંકરભાઈ આમલીયારની આ બીજી ટર્મ છે. આ પહેલા તેઓ સતત પાંચ વર્ષ દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખપદે પણ રહી ચુક્યા છે. ભાજપમાં સામાન્ય કાર્યકર તરીકે પોતાની કારકિર્દી શરુ કરનાર શંકરભાઇ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા ત્યારે લાઇમ લાઈટમા આવ્યા હતા. પછીથી તેઓ ભાજપાના જિલ્લા પ્રમુખ બન્યા હતા. તેઓના નેતૃત્વમા ગત સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમા ભાજપે જિલ્લામા ક્લીન સ્વીપ કરી હતી. તેની સાથે તેઓ સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ પોતાનુ યોગદાન આપી રહ્યા છે. જો કે તેઓ સરળ વ્યક્તિત્વ ધરાવતા હોવાનુ જાણવા મળ્યું છે અને સામાન્ય માનવી તરીકેની તેમની વર્તણુક તેઓ સર્વ પ્રિય બની શક્યા હોવાનુ તેમના સહ નેતાઓ કહી રહ્યા છે. તેવા સમયે તેઓને એક અખબાર તરફથી લીડીંગ પર્સનાલિટી ઈન સોશ્યલ એન્ડ એજ્યુકેશનલ એકટીવીટીઝ કેટેગરીમા દાહોદ જિલ્લાનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલમા જ તેઓએ તેમનો જન્મ દિવસ સામાજિક સમરસતાના ભાગ રુપે દલિત સમાજના કાર્યકરો અને અગ્રણીઓ સાથે મનાવ્યો હતો. આ પહેલા તેઓએ તેમને મળેલી લગભગ 10 કિલો જેટલી ચાંદીના દાગીના દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલયના નિર્માણ માટે અર્પણ કરી દીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments