દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ તા.૦૨/૦૪/૨૦૨૩ ને રવિવાર ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે CPR ની તાલીમ માટે અચૂક આવવાનું છે, એવી હાર્દિક વિનંતી છે.
ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેસીય અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત તરફથી આ ટ્રેનિંગનું પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
જેનું રજીસ્ટ્રેશન આજ સાંજ સુધીમાં કરી લેવા વિનંતી છે. (તા.૩૧/૦૩/૨૦૨૩)
સી.પી.આર. ટ્રેનિંગ ફક્ત ૧ કલાકની જ છે, હવે ફક્ત ગણતરીની જગ્યાઓ ખાલી છે. માટે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી લેવા વિનંતી…
રજીસ્ટ્રેશન માટેની લિંક નીચે આપેલ છે : https://surveyheart.com/form/641adcb3a32d2107cd23da9f
જે Copy કરી google માં Paste કરવું જેથી તેમાં સૌ પ્રથમ “સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન – સી.પી.આર. ટ્રેનીંગ” લખેલ હજે તેના નીચે Start Registration ઉપર ક્લિક કરવું જેથી એક ફોર્મ ખુલશે જેમાં (૧) મંડળ લખેલ હશે તેમાં ક્લિક કરવું ત્યારબાદ (૨) જવાબદારીનું જે કોલમ છે તેમાં પોતાના હોદ્દા ઉપર ક્લિક કરવું અને ત્યારબાદ નામ, ઉંમર, જાતિ અને મોબાઈલ નંબર નાખી sabmit બટન ઉપર ક્લિક કરવાથી આપનું રજીસ્ટ્રેશન થઈ જશે.