
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્ધારા કમલમ ખાતે આજે યુનિટી માર્ચ, SIR, બિરસા મુંડાની 150 મી જયંતિ જેવા વિવિધ કાર્યક્રમો અંગેની મહત્વની બેઠક દાહોદ જિલ્લા પ્રમુખ સ્નેહલ ધરિયાના અધ્યક્ષ સ્થાને અને પંચમહાલના માજી સાંસદ રતનસિંહ રાઠોડ ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ હતી
દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન સરદાર પટેલ ની જન્મ જયંતિના ઉપલક્ષમા ૧૫૦ યુનિટી માર્ચ યાત્રા અને SIR મતદાર યાદી સુધારણા અભિયાન અંગેની મહત્વની બેઠક જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સુચારૂ આયોજન માટે યોજાઈ હતી. આં બેઠકમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ ના ઉપલક્ષ માં યુનિટી માર્ચ યાત્રાનું શું આયોજન છે અને કેવી રીતે અને ક્યાંથી પ્રસ્થાન કરશે તે તમામ બાબતો અને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી થી ત્યાર બાદ SIR જે ભારતના 12 રાજ્યમાં શરુ થઈ છે અને હાલમા બિહારમાં તે સફળતા પૂર્વક પૂર્ણ થયો છે તેથી આવનારા સમયમાં અમે આ કાર્યક્રમ અને ની કાર્યશાળા રાખી છે જેમાં સરકારની સાથે રહી આમા સહભાગી બની મદદ કરીશું અને આ વર્ષે બિરસા મુંડાની પણ 150 મી જન્મ જયંતિ છે જે અંગે પણ આજની આ બેઠકમાં 15 નવેમ્બરના રોજના કાર્યક્રમો અંગે જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા દ્વારા આપવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાના ધારાસભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


