THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા દાહોદ તાલુકામાં તા.૦૮/૦૪/૨૦૨૦ ના રોજ ઇન્દોરથી આવેલ 9 વર્ષની બાળકીનું તા.૦૯/૦૪/૨૦૨૦ના રોજ તે બાળકીનું કોરોના પોઝીટીવ આવ્યો હતો તે પહેલા સૌ પ્રથમ સ્ક્રીનીંગ કરી સંપર્કમાં આવેલ સુપરવાઇઝરના પણ રિપોર્ટ કરાવવામાં આવતા તેમને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમના રિપોર્ટ આવવાના પહેલા તેઓ પોતાના ઘરે પોતાના વતનને ગયા હતા. તે 24 કલાક જીલ્લાની અંદર જ તેમની ટ્રાવેલ હિસ્ટ્રી હતી અને તેઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેની તપાસ કરીને તેમના સંપર્કમાં આવેલ તમામ 12 લોકોના જિલ્લા કલેક્ટર દ્વારા કોરોનાનાં ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ તમામ 12 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા તે દાહોદ જિલ્લા માટે રાહતના સમાચાર છે.