
આજે તા.૧૨/૧૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની સનરાઇઝ પબ્લિક સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં પધારેલ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરને દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા, નવ નિયુક્ત પ્રમુખ શશીકાંત દિનેશભાઇ કટારા, ઉપપ્રમુખ પ્રેમશંકર કડિયા, મહામંત્રી કિરીટકુમાર પરમાર, કે.ટી. મેડા, સહમંત્રી પીન્ટુભાઇ સોની, સંચાલક દિલીપભાઈ ધોતીએ દાહોદ જિલ્લાના પડતર પ્રશ્નોની રજુઆત કરી. જેમાં ફાયર સેફ્ટીના સાધનો, મકાન બાંધકામ, CCTV કેમેરા તેમજ મકાન રિપેરિંગની રજુઆત કરવામાં આવી તે સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે દાહોદ જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓને ટૂંક સમયમાં ગ્રાન્ટ ની ફાળવણી કરી આપવાની બહેદારી આપી હતી.