દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા આજે તા.૨૮/૦૨/૨૦૨૩ ને મંગળવારના રોજ વિવિધ પડતર પ્રશ્નો અંગે બંને જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂ મળી શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે મુલાકાત કરવામાં આવેલ હતી. જેમાં સળગતો પ્રશ્નમાં (૧) 1200 જેટલા કર્મચારીઓનો સળંગ નોકરીના હુકમો આજ દિવસ સુધી આપવામાં આવેલ નથી. (૨) બે વર્ષે થી 300 રજાઓનો રોકડમાં રૂપાંતર નિવૃત થયેલ કર્મચારીઓને આપવામાં આવેલ નથી, (૩) છેલ્લા બે વર્ષથી જીપીએફની સ્લીપો આપવામાં આવેલ નથી, (૪) નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સાતમા પગાર પંચના હપ્તા પણ આપવામાં આવેલ નથી, (૫) પ્રવાસી શિક્ષકોના બિલ બાકી છે જે આપવામાં આવેલ નથી.
આવા તમામ પ્રશ્નો અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા એક અઠવાડિયામાં અમુક પ્રશ્નોનો નિકાલ અને બાકીના પ્રશ્નો 15 દિવસ થી એક મહિનાની વચ્ચે નિકાલ કરવાની ખાતરી આપવામાં આવી હતી.