દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં આજે તા.૧૬/૦૩/૨૦૨૩ ને બુધવારના રોજ લાંચ રુશ્વત વિરોધી કચેરી દાહોદ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કાજલ દવેને લાંચ લેતા રંગે હાથે ઝડપી પડ્યાં હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદી નિવૃત થનાર હોય તેઓના પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા સારૂ આરોપી જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ ફરીયાદી પાસે રૂા.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હતા, જેથી પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવેએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુનો કરેલ.
NOC લેવાના બહાને જિલ્લા શિક્ષણ અધિકારીને વાત કરતા તેઓ દ્વારા માંગણી કરેલ રકમ ₹.10,000/- ની લાંચ લેતા શિક્ષણ અધિકારી કાજલ દવેને દાહોદના A.C.B. (Anti Corruption Bureau) એ ટ્રેપ ગોઠવી રંગે હાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે લાંચ રુશ્વત કચેરી દાહોદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરતા A.C.B. ઇન્સ્પેક્ટર ડિંડોર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે