દાહોદ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે તા.૦૪/૧૨/૨૦૨૪ ને બુધવારના રોજ દાહોદ જિલ્લાના ન્યાયાલય થી જિલ્લા કલેક્ટર ઓફિસ સુધી એક રેલીનું આયોજન કરી આવેદનપત્ર દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવ્યું. જેનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ઉપર બાંગ્લાદેશી નરાધમો દ્વારા થઈ રહેલા અત્યાચાર તથા બહેન બેટીઓની લાજ મામલે તેમજ અપહરણ કરી અને મંદિરોની તોડફોડ તથા ઇસ્કોન મંદિરના સંતોને દેશ દ્રોહ જેવા આરોપ મૂકી અટકાયત કરી જેલમાં ગોંધી રાખીને બાંગ્લાદેશ સરકાર તથા ત્યાંની મીલેટરી દ્વારા કરવામાં આવતા કૃત્યને અટકાવવા માટેનો છે.
જે બાબતે આજે દાહોદ જિલ્લા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ને આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી કે અમારી આ લાગણી સહ રજૂઆતને મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડી અને આપ બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંદુઓ પર અત્યાચાર માટે કંઈક વિશેષ મદદ મોકલી તેઓનું જીવન બચાવવા માટે જે પણ કડક પગલાં ભરી તેઓના જાનમાલનું રક્ષણ થાય તે માટે સરકાર અતિ શીઘ્ર કાર્યવાહી કરે. આ રેલીમાં દાહોદ હિન્દુ સમાજ ના અગ્રણીઓ, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર તેમજ હિન્દુ મહિલાઓ અને વેપારીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા