THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોરએ એક એમ્બ્યુલન્સ ઝયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલને તથા એક એમ્બ્યુલન્સ ફતેપુરા સી.એચ.સી.ને ફાળવી
કોરોના કાળમાં દર્દીઓની સવલતમાં વધારો થાય એવા ઉદ્દાત ભાવથી સાંસદ જસવંતસિંહ ભાભોરે એક આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ સહિત બે એમ્બ્યુલન્સ ફાળવી છે. આજે તેમણે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
સાંસદ જશવંતસિંહ ભાભોરે સાંસદ સ્થાનિક વિકાસ નિધિમાંથી ₹.૫૦ લાખની ગ્રાંટ આ એમ્બ્યુલન્સની ખરીદી કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને ફાળવી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ ગ્રાંટમાંથી એક આઇ.સી.યુ. ઓન વ્હિલ્સ અને એવી જ અદ્યતન સુવિધા ધરાવતી અન્ય એક મળી કુલ બે એમ્બ્યુલન્સની ખરીદી કરી હતી. જેમાંથી એક એમ્બ્યુલન્સ ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલને તથા એક ફતેપુરા સી.એચ.સી.ને ફાળવી છે.
સાંસદ જશવંતસિંહ ભાભોરે આજે આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ જિલ્લા પંચાયત ના પ્રમુખ શીતલબેન વાઘેલા, નગર પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલ, આયોજન અધિકારી કિરણ ગેલાત, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રમેશ પહાડિયા, તેમજ બી.જે.પી. નેતાઓ, મામલતદાર, મેડિકલ સ્ટાફ પી.એસ.આઇ. સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્ત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.