દઅહોદ જિલ્લા LCB પોલીસ ઇન્સ્પેકટર કે.ડી.ડિંડોર દાહોદ ને મળેલી સુચના મુજબ આજે તા.૦૬/૦૮/૨૦૨૩ ને રવિવારના રોજ LCB PSI એમ.એલ.ડામોર તથા PSI જે.બી.ધનેશા તથા LCB ની ટીમ લીમખેડા ડિવીઝન વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓની તપાસ કરવા પેટ્રોલીંગમા નીકળી હતી. તે દરમ્યાન મળેલ બાતમીની આધારે લીમખેડા ગામે ધાનપુર ચોકડી ઉપર બે ઇસમો ઉભા છે. જેઓ કોઇ જગ્યાએથી લાવેલ સોના ચાંદીના શંકાસ્પદ દરદાગીના લઇ વેચાણ કરવા સારૂ દાહોદ બજારમા જનાર છે જે બાતમી આધારે લીમખેડા ગામે હાઇવે ઉપરની ધાનપુર ચોકડી નજીક બાતમીવાળા ઇસમોની તપાસ કરતા ત્યા બે ઇસમો ઉભેલા જોવા મળતા તેઓની નજીક જતા પોલીસના માણસોને ઓળખી ભાગવા જતા તેઓનો પીછો કરી કોર્ડન કરી ઝડપી પાડી ભાગવા બાબતે પૂછતા કોઇ સંતોષકારક જવાબ નહીં આપતા પ્રથમ ઇસમ નામે કલ્પેશ ઉર્ફે (પટ્ટી) પરશુભાઇ કાળીયાભાઈ જાતે મોહનીયા ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે ઉંડાર માળ ફળીયું તા.ધાનપુર જી.દાહોદની અંગ ઝડતી કરતા તેના ખીસ્સામાં એક પ્લાસ્ટીકની થેલીમાં મુકેલ સોનાના દાગીના મળી આવેલ જે જોતા (૧) સોનાની મણકાવાળી કંઠી નંગ-૧ (૨) સોનાની બંગડી (જોડ-૧) ની કિ.રુ.૪,૦૩,૨૬૦/-મળી આવેલ. ૧૧-૪ (૩) સોનાની બુટ્ટી નંગ-૨ તેમજ બીજો ઈસમ નરેશભાઈ પરશુભાઇ કાળીયાભાઇ જાતે મોહનીયા ઉવ.૨૭ રહે ઉંડાર માળ ફળીયું તા.ધાનપુર જી.દાહોદની અંગ ઝડતી કરતા તેના ખિસ્સામાંથી ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી આવેલ જે જોતા ચાંદીના છડા નંગ-૪ (જોડ-૨) કિ.રૂ.૨૪,૦૦૦/- તથા રોકડા રૂપિયા ૨,૧૧,૭૦૦/- મળી કિ.રૂ.૨,૩૫,૭૦૦/- મળી આવેલ જેથી બન્ને ઇસમો પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રુપિયા મળી કુલ ₹6,38,960 નો મુદ્દામાલ આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તેની પાસેથી મળી આવેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રુપિયા ચોરી કરી લાવેલ હોવાનું જણાઇ આવતા તપાસ અર્થે કબ્જે કર્યા હતા અને ત્યાર બાદ પોલીસ ભાષામાં પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે, પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી સુરત ગ્રામ્યમાં કામરેજ 4 તેમજ વડોદરા શહેરનો 1 એમ રાત્રીના સમયે જુદી-જુદી જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત કરી હતી જે અંગે દાહોદ પોલીસ પૂછપરછ કરતા આ મુદ્દામાલ સુરત થી ચોરી કરીને લાવ્યા હતા. જે ચોરીની ફરિયાદ પણ નોધાઇ નથી અને દાહોદ LCB પોલીસે ગુનો ડિટેક્ટ કરી લીધો હતો.
દાહોદ જિલ્લા LCB એ ઘરફોડ ચોરીનો કર્યો પર્દાફાશ અને આરોપીને ₹6,38,960/- ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા
RELATED ARTICLES