હાલ COVID-19 સંદર્ભમાં NSS ના તાલિમ પામેલા યુવાનોને વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા પોલીસ સાથે સંકલન બની રહે તે માટેની ફરજ ઉપર લેવા માટે ગુજરાત સરકાર દ્ધારા નિર્ણય લેવામાં આવેલ હતો. જેને અનુસંધાને NSS ના સ્વયંસેવકો Deployment plan અને S.O.P મુજબ ફરજ બજાવી રહ્યા છે.આ અંતર્ગત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન નવજીવન સાયન્સ કોલેજ દાહોદના -11, વાય.એસ. આર્ટ્સ એન્ડ કે.એસ.એસ. શાહ કોમર્સ કોલેજ દે.બારીયાના – 09 અને કે.આર. દેસાઇ આર્ટસ કોલેજ ઝાલોદના – 12 જેટલા NSS ના સ્વયંસેવક વિદ્યાર્થીઓ તેમના મુ. મ.ખાતે નોડલ અધિકારી (COVID-19) અને નાયબ પોલીસ અધિક્ષક મુ.મ. દાહોદની સાથે સંકલન કરી વિવિધ ફરજો જેવીકે લોકડાઉનના બંદોબસ્ત, સરકારી અનાજના ઠેકા પર તેમજ અન્ય ફરજોમાં ફરજ બજાવી રાષ્ટ્ર પર આવી પડેલ મહામારીમાં ખડે પગે ઉભા રહી પોતાનું યોગદાન આપી કોરોના વોરિયર્સ તરીકેની ઉમદા દેશ સેવા આપી રહ્યા છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પ્રતાપસિંહ ચૌહાણ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.સોલંકી, NSS યુનિવર્સિટી પ્રો. કો-ઓર્ડીનેટર એન.એચ. પટેલ તેમજ તમામ કોલેજના આચાર્ય અને કોલેજ પરિવાર તમામ દ્વારા સ્વયં સેવક વિદ્યાર્થીઓનેે અભિનંદન પાઠવેલ હતા.
દાહોદ જિલ્લા NSS ના સ્વયંસેવકો COVID-19 ની ચાલી રહેલ મહામારીમાં ખડેપગ, રાષ્ટ્ર માટેનું ઉમદા સેવાકાર્ય
RELATED ARTICLES