THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું પ્રભુત્વ વધુને વધુ વધતું જઇ રહ્યું છે, લોકોમાં હવે કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાતું જાય છે તેમ પણ બની રહ્યું છે, આજે તા.૨૫/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ દાહોદ જિલ્લા અને શહેરમાં કોરોના સંક્રમણનો પ્રકોપ તેની પરાકાષ્ઠા એ પહોચી ગયો છે. અને દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ તેના કેસ વધવા લાગ્યા છે તે બાબતને લઈને આજે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આજે તા.૨૫/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ કુલ ૨૫ વ્યક્તિઓને કોરોના મહામારીના પંજામાં સપડાઈ ગયા છે. આ સાથે કુલ ૨૫ લોકો આ કોરોના રૂપી અજગરના મોઢામાં આવી જતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને લોકોમાં લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ગત રોજ કુલ ૧૯૦ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૯૦ સેમ્પલ પૈકી ૧૬૫ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૨૫ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ તા.૨૫/૦૭/૨૦૨૦ ને શનિવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૨૫ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) ખેરુનાબેન શબ્બીરભાઈ ઢીલવાલા, ઉ.વ. ૪૯ વર્ષ, રહે. યશ માર્કેટ, દાહોદ, (૨) યુસુફ જેનુદ્દીન ટ્રંકવાલા, ઉ.વ. ૪૧ વર્ષ, રહે. ઠક્કર ફળિયા, દાહોદ, (૩) મન્નાનભાઈ સૈફિદ્દીનભાઈ મન્ડોરવાલા, ઉ.વ. ૬૨ વર્ષ, રહે બુરહાની સોસાયટી, દાહોદ, (૪) કનૈયાલાલ પુનમચંદ પ્રજાપતિ, ઉ.વ. ૬૦ વર્ષ, બાહરપુરા, દાહોદ, (૫) પ્રગ્નેશભાઈ અરવિંદભાઇ બેન્કર, ઉ.વ. ૪૫ વર્ષ, રહે. પંકજ સોસાયટી, દાહોદ, (૬) અબ્દુલસકુર અબ્દુલસતાર શેખ, ઉ.વ. ૭૪ વર્ષ, રહે. વણઝારવાડ, દાહોદ, (૭) આશિષકુમાર અજયભાઈ બામણીયા, ઉ.વ. ૨૯ વર્ષ, રહે. નિશાળ ફળિયું, દેલસર, દાહોદ, (૮) ઉમેહાની હાતીમભાઈ ચુનાવાલા, ઉ.વ. ૨૯ વર્ષ, રહે. ઠક્કર ફળિયા, દાહોદ, (૯) પુર્વાબેન સુમિતભાઇ ત્રિપાઠી, ઉ.વ. ૩૪ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૦) સરલાબેન રાજેશકુમાર દરજી, ઉ.વ. ૫૮ વર્ષ, રહે. એમ. જી. રોડ, દાહોદ, (૧૧) સુમિતભાઇ મોહનભાઇ ત્રિપાઠી, ઉ.વ. ૩૪ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૧૨) અબ્દુલતૈયબ બાંડીબારવાલા ઉ.વ. ૬૫ વર્ષ, રહે. ચાર થાંભલા, દાહોદ, (૧૩) હુસેનભાઇ શબ્બીરભાઈ દલાલ ઉ.વ. ૩૨ વર્ષ, રહે. દાહોદ, (૧૪) વિનોદભાઇ ચંદુલાલ મોઢિયાં, ઉ.વ. ૫૮ વર્ષ, રહે. પડાવ, દાહોદ, (૧૫) નર્મદાબેન બાલાભાઈ રોઝ, ઉ.વ. ૮૫ વર્ષ, રહે. ચાકલીયા રોડ, દાહોદ, (૧૬) ફાતેમાબેન હાતીમભાઈ દાહોદવાલા, ઉ.વ. ૬૯ વર્ષ, રહે. કડીયાવાડ, દાહોદ, (૧૭) નીપલભાઇ દિનેશભાઇ ભાભોર, ઉ.વ. ૨૬ વર્ષ, રહે. ટાંડી, જી. દાહોદ, (૧૮) નવલસિંગભાઈ સુંદરભાઈ પ્રજાપતિ, ઉ.વ. ૫૮ વર્ષ, રહે. પેથાપુર, તા. ઝાલોદ, જી.દાહોદ, (૧૯) સુભદ્રાબેન નવલસિંગભાઈ પ્રજાપતિ, ઉ.વ. ૪૨ વર્ષ, રહે. પેથાપુર, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૦) રાહુલ દિલિપ ચૌહાણ, ઉ.વ. ૨૭ વર્ષ, રહે. લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૧) ફાતેમા હન્નાનભાઈ કાપડિયા ઉ.વ. ૩૫ વર્ષ, ઝાલોદ, જી. દાહોદ, (૨૨) રાજેશકુમાર પન્નાલાલ સોની, ઉ.વ. ૫૩ વર્ષ, રહે, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૩) સુરેશ એસ. પટેલ, ઉ.વ. ૩૦ વર્ષ, રહે, વધી ફળિયું, બથવાડા, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૪) નૈનેશભાઈ કરણસિંગભાઈ પરમાર, ઉ.વ. ૩૦ વર્ષ, રહે, પાંચવાડા, તા. ગરબાડા, જી. દાહોદ, અને (૨૫) રાહુલભાઈ રમેશભાઈ પરમાર, ઉ.વ. ૧૭ વર્ષ, રહે. પાંચવાડા, તા. ગરબાડા, જી. દાહોદનાઓને કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ ૧૮ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં ૧૭ ઝાલોદ તાલુકામાં ૦૬ અને ગરબાડા તાલુકામાં ૦૨ વ્યક્તિ મળીને કુલ – ૨૫ પોઝીટીવ કેસ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા ૩૯૪ થઈ છે. થોડી વાર પહેલા મળેલી માહિતીને આધારે સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ ૦૯ દર્દીઓ સાજા થતા કુલ ૧૪૮ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા ૨૨૪ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો ૦૫ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા ૧૭ લોકો મળી કુલ મૃત્યુ આંક ૨૨ ઉપર પહોંચી ગયો છે.