NewsTok24 – Keyur Parmar – Dahod
ગુજરાત રાજ્યમાંથી ફિક્સ પગાર દુર કરી અને કોન્ટ્રાકટ સીસ્ટમથી કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા અને હક્ક હિસ્સા મેળવવા બાબતે દાહોદ જીલ્લા કલેકટરને આવેદન અપાયું જેમાં તેઓ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા 2012માં ગુજરાત સરકારની ફિક્સ પગારની નીતિની સરેઆમ ઝાટકણી કાઢી આ પ્રથા બંધ કરવા હુકમ કરેલ છે
તેમ છતાં આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવાની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે જે ત્રણ વર્ષથી પેન્ડીંગ છે. જેનો સત્વરે નિકાલ થાય અને અમારી ન્યાય થાય તે બાબતે આજે દાહોદ જીલ્લાના ફિક્સ કર્મચારી મંડળ ગુજરાત અગેંસ્ટ સીસ્ટમના તમામ કર્મચારીઓ દ્વારા દાહોદ જીલ્લા કલેકટરને આવેદન અપાયું