દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં મુખ્ય મથક સંજેલી ખાતે તા.૧૯/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ રાત્રીના સમયે ઝાલોદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંજેલી પંચાયત ઘર પાસે રાત્રીસભા યોજાઇ હતી. જેમાં સંજેલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સંજેલી સરપંચ તેમજ ગ્રામજનોની હાજરીમાં રાત્રી સભા યોજાઈ આ રાત્રીસભામાં વિકાસના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જયારે કેટલાક ગામના યુવાનોએ જુના કામો નથી થયા તેમ છતા પણ તેની ગ્રાન્ટ બારોબાર ચવાઈ ગયાની શંકા સાથે ટીસાના મુવાડા ગામે સંરક્ષણ દિવાલના નામે થયેલા મોટા કૌભાંડની તપાસ કરવા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. સંજેલી ખાતે પાણી, ગટર લાઈન, રસ્તા જેવી સુવિધા વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આમ સંજેલી ખાતે શાંતિપુર્ણ રીતે ગ્રામસભા પુર્ણ થઇ હતી .
દાહોદ જીલ્લાના સંજેલી ખાતે રાત્રી સભા યોજાઈ
RELATED ARTICLES