Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લા ના મુખ્ય મથક એવા દાહોદ શહેર ખાતે ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ શહેર ના જુદા જુદા વિસ્તારમાં ઢોલ નગારા તાસા તથા ડી જે અને ઢોલીઓ સાથે ચાકલીયા રોડ, દોલતગંજ બઝાર, ગોવિંદ નગર, પડાવ, સ્ટેશન રોડ, પરેલ પારસી કોલોની, સોનીવાડ, એમ.જી.રોડ વગેરે વિસ્તારો માંથી ઝાંખી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી અને એમ. જી, રોડ થઇ દાહોદ છાબ તળાવ માં વિસર્જન કરવામાં આવ્યું હતું
જેમાં દાહોદ શહેર ની આશરે 250 જેટલી મોટી ઝાંખીઓ હતી જયારે અન્ય બીજી નાની આશરે 1000 થી 1500 જેવી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું દર વર્ષ ની જેમ દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી ચોક ખાતે આ તમામ શ્રીજીની ઝાખીઓનું ફૂલહાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું