NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ જીલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરની જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે આજે બપોરે 12:30 કલાકે દાહોદ જીલ્લા પોલીસ વડા દ્વારા દાહોદના સમગ્ર નવરાત્રી મંડળોની સાથે એક બેઠક યોજી હતી તેમાં તેઓએ નવરાત્રી દરમિયાન નવરાત્રી આયોજકો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવે તેવા સૂચનો કર્યા હતા. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જયારે ગરબાને સૌથી લાંબી ડાન્સીંગઇવેન્ટ અને ગ્લોબલ ઇવેન્ટ તરીકે જાહેર કરી છે ત્યારે વિદેશથી પણ પ્રવાસીઓ આ તહેવારની મજા માણવા માટે આવશે જેથી કરીને આવ કાર્યક્રમો દરમિયાન કોઇપણ અનઇચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગ રૂપે તમામ આયોજકોએ CCTV કેમેરા લગાવવાના રહેશે તેમજ ગરબાના સ્થળ ઉપર લાઈટ પર્યાપ્ત માત્રામાં રાખવાની રહેશે તદઉપરાંત ગરબાના વિસ્તાર તેમજ આજુબાજુ સરકાર દ્વારા નો સ્મોકિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે જેનું કડક રીતે પાલન કરાવવું.
નવરાત્રી દરમિયાન કોઈપણ જાતના કોમી એકતાને નુકશાન કરે તેવા મેસેજો ફરતા કરવા નહિ તેમજ આવું કંઈક ધ્યાને આવે તો દાહોદ પોલીસ ને જાણ કરવી. ગરબા આયોજકોએ લાઉડ સ્પીકરો અમુક ચોક્કસ ડેસીબલ ના સાઉન્ડ સુધીના જ વગાડવા તથા રાત્રીના 12:00 કલાક પછી જો ગરબા જારી રાખવા હોય તો આયોજકોએ વગર લાઉડ સ્પીકરે ગરબા ચલાવવાના રહેશે તેમજ આયોજકોના તથા સ્વયમ સેવકોના પાસનો ફોરમેટ દાહોદ પોલીસ પાસેથી મેળવી લેવો અને તેના ઉપર ટાઉન પોલીસ ના સહી સિક્કા કરાવવાના રહેશે.
ખાસ નોંધ તરીકે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ ગરબામાં વ્યક્તિગત રીતે પોતાના મોબાઈલ માં કોઈના પણ ફોટા કે વિડીઓ ના લે તેની કાળજી રાખવી કારણ કે જેથી કરીને આ ફોટા કે વિડીઓનો તેઓ દ્વારા સોસીયલ સાઈટ ઉપર દુરઉપયોગ ટાળી શકાય અને પોલીસ પેટ્રોલિંગ સઘન ચાલુજ રહેશે અને જે પણ આયોજકોને કોઈ તકલીફ ઉભી થાય તો તેઓએ દાહોદ ટાઉન P. I. R. H. Bhatt નો સંપર્ક કરવો જેથી તાત્કાલિક પોલીસ મદદ મળી શકે..