દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજે તા.૨૫/૦૫/૨૦૨૦ ને સોમવારના રોજ વહેલી સવારે દાહોદ ગૌ રક્ષા દળની ટીમને માહિતી મળી હતી કે આજે મુસ્લિમ સમાજની ઈદ હોવાના કારણે આમૂક કસાઈઓ દ્વારા ગૌવંશનું કતલ કરવામા આવશે. તેવી ગૌ રક્ષકોને બાતમી મળી કે દાહોદ તાલુકાના ખરજ ગામથી એક પિકઅપ ગાડી ગૌ વંશ ભરી દાહોદ કસ્બામા કતલ માટે લાવવાના છે જેથી ગૌ રક્ષકો દ્વારા દાહોદ જિલ્લા પોલીસ કન્ટ્રોલ તથા દાહોદ ટાઉન પોલીસ ઇસ્પેક્ટર વી.પી. પટેલનો સંપર્ક કરીને બાતમી આપી. ત્યારબાદ પોલીસ અને ગૌ રક્ષકો દ્વારા પિકઅપ ગાડીની વોચ ગોઠવવામાં આવી અને થોડી વાર બાદ ગાડી આવતા પોલીસ અને ગૌ રક્ષકોને જોઈને કસાઈઓ દ્વારા ગાડીને દાહોદ – ઈન્દોર હાઈવે ગરબાડા ચોકડી પાસે આવેલા હીરોના શો-રૂમ પાસે મૂકીને ફરાર થઈ ગયા હતા, ત્યારે પોલીસ દ્વારા ગાડીની અંદર જોતા ઘાસ, ચારા, પાણી વગર કતલ કરવાના ઇરાદેથી 2 ગૌ વંશને ટૂંકા દોરડા વડે બાંધેલ હતા. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા તજવી હાથ ધરવામા આવી. ત્યારબાદ ગૌ વંશને અનાજ મહાજનની ગૌશાળા (પાંજરાપોળ) માં મુકવામા આવ્યા.
આમ પોલીસ અને ગૌ રક્ષક દળની મહેનતના લીધે આજે 2 ગૌવંશ મોતના મુખે થી પરત ફર્યા હતા તે માટે દાહોદ P.I. વી.પી. પટેલ અને ગૌરક્ષક દળની ટીમ અભિનંદન ને પાત્ર છે.