ભારત દેશના અલગ અલગ રાજ્યમાંથી દર વર્ષે બેસ્ટ મોડેલ સિલેક્ટ કરીને એક નેશનલ લેવલની મોડેલિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે. અને લોકડાઉન પછી આ પ્રથમ વખત યોજાતી આ કોમ્પિટિશન રાજસ્થન રાજ્યના સવાઈમાધવપુરમાં અગ્રવાલ પ્રોડક્શન દ્વારા નેશનલ લેવલની મોડેલિંગ કોમ્પિટિશન – ૨૦૨૧ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ભારતભરમાંથી કુલ પાંચ હજાર (૫,૦૦૦) જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઓડિશન આપ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના ડબગરવાડ માં રહેતા પ્રકાશકુમાર દેવડાના પુત્ર પૃથ્વીક દેવડાએ પણ આના માટે દાહોદમાં ઓડિશન આપેલ અને તે આ ઇવેન્ટ માટે સિલેક્ટ થયેલ. અને ત્યારબાદ તેનો રાજસ્થાનના સવાઈમાધવપુર ખાતે આ રાષ્ટ્રીય મોડેલ કોમ્પિટિશનમાં બેસ્ટ મોડેલમાંથી ટોપ 3 માં દ્વિતીય સ્થાન મેળવી ડબગર સમાજ અને દાહોદ જિલ્લા તથા શહેરનું નામ રોશન કર્યું હતું.