દાહોદ ડીપો ખાતે મંગળવાર ના રોજ અકસ્માત નિવારણ અંગે નું સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં દાહોદ જીલ્લાના R T O શ્રી ભટ્ટ સાહેબ તેમજ ડેપો મેનેજર એમ એચ સોલંકી દાહોદ વિભાગના પરિવહન અધિકારી જે એન ગણાવા બેન ની ઉપસ્થિતિમાં સેમીનાર યોજવામાં આવેલ આ સેમિનારનો મુખ્ય હેતુ અકસ્માત તેની સાવચેતી રૂપ ક્યા ક્યા પગલા લેવા તથા ડ્રાયવરોની માનસિક તાલીમ સુધારો લાવવા માટે નાં સેમીનાર માં સુધનો આવેલ તેમજ મિકેનિક મિત્રોને પણ વાહનોના સારા મેનટેનેસ માટે સૂચનો આપેલ છે.
અકસ્માત નિવારણ અંગે છેલ્લા ત્રણ દિવસથી સતત અકસ્માત નિવારણ અંગેના સેમીનાર હેતુ નિગમમાં અકસ્માત ઘટે તે માટે ડ્રાઈવર કંડકટર મિત્રો ને સૂચનો ઉપરોક્ત અધિકારી ઓની હાજરી માં તકેદારી રાખવાના પ્રતિજ્ઞા લેવડાવી હતી.