PRAVIN PARMAR – DAHOD
દાહોદમાં બ્લાઇન્ડ વેલ્ફેરની પાછળના ભાગમાં નદીના કિનારે રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃત દેહ મળ્યો. દાહોદ તાલુકાના રળીયાતીના ઘોડા ડુંગરીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃતદેહ મળ્યો. મોરનો મૃત દેહ નદીના કિનારેથી રમીને પરત ફરતા ૨ (બે) ભુલકાંઓએ જોયો અને આજુ બાજુના લોકોને જાણ કરી પરંતુ આજુબાજુના લોકોએ ઈન્ડીયા ન્યૂઝની ટિમ ને ફોન કરી અને જાણકારી આપી કે દાહોદ ઘોડા ડુંગરી ખાતે બ્લાઇન્ડ વેલ્ફરએ કાઉન્સીલની પાછળ રાષ્ટ્રીય પક્ષી મોરનો મૃત દેહ પડ્યો છે અને કોઈ હજી સુધી આવ્યું નથી.
ત્યાર બાદ ઇન્ડિયા ન્યૂઝ ની ટિમ દ્વારા વનવિભાગ ના એક કર્મચારી ને જાણ કરાઈ અને ત્યાર બાદ વન વિભાગ ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને રાષ્ટ્રીય પક્ષી મોરન મૃતદેહ ને વેટરનરી હોસ્પિટલમાં પી.એમ. માટે લઇ જવાયો હતો જેથી કરીને મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.