દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના રાછરડા ગામમાં મનકામેશ્વર મહાદેવ મંદિરનો પંચ દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રીરામ, હનુમાનજી અને શિવ પરિવારના મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ મહંત 1008 ચંદ્ર ભારતીજી (આચાર્ય શ્રવણ સામવેદી શાસ્ત્રી) ચિત્તોડગઢ રાજસ્થાન તથા 1008 મહંત દયારામ દાસજી મહારાજ પીપલખુંટા મધ્યપ્રદેશના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આ પંચ દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં તા.૧૦/૧૨/૨૦૨૪ ને મંગળવારના રોજ પ્રસિદ્ધ ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી ના ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ આ પંચ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર દાહોદ જિલ્લામાંથી આમંત્રિત મહેમાનો પધારેલ હતા જેમાં મુખ્યત્વે રાજ્યકક્ષા મંત્રી બચુભાઈ ખાબડ સાંસદ જશવંતસિંહ ભાભોર દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.