દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ખાતે દાહોદથી અમદાવાદ જતી ST બસ GJ 18 J 1451 નો ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચળવતા રસ્તે જતી સ્કૂટીને ટક્કર મારતા મુસાફરોમા ફફડાટ, સ્ફુટી ચાલક મહિલા માંડ માંડ બચી શરીરે થઈ થોડી ઈજાઓ. મુસાફરોએ પોલીસને કરી જાણ દાહોદ તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ દોડી આવી મુસાફરોની સમયસૂચકતાથી મોટી જાનહાની ટળી. દાહોદ ડેપોના અધિકારીઓને જાણ કરતા દોડી આવ્યા. બસનો ડ્રાઇવર અમદાવાદના ચંદોળા ડેપોનો હોવાનું ખુલ્યું. થોડા દિવસ પૂર્વેજ અમદાવાદથી આવતી એક સરકારી લકઝરી નો ડ્રાઇવર નશાની હાલતમાં ઝડપાયો હતો. બસ ને અન્ય ડ્રાઇવર બોલાવી ડેપો ઉપર લઇ જવામાં આવી. દાહોદ ડેપોર્ન ટ્રાફિક ઇન્સ્પેકટર મોહનભાઇ એ સંવાદાતા સાથે ફોનમાં વાત ચિતમાં જણાવ્યું હતું કે પોલીસ નશાની હાલતમાં મળી આવેલ ડ્રાઇવર ને ગ્રામ્ય પોલીસ મથકે લઈ ગઈ છે.
તેમની સાથે દાહોદ ડેપોના દિનેશભાઇ ATI પોલીસ મથકે ગયા હતા અને ત્યાં તેમના ઉપર કરી આગળની કાર્યવાહી શરૂ કરાઇ તેવું જણાવ્યું હતું. વારંવાર એસ.ટીમાં આવી ઘટનાઓમાં અમદાવાદના ડ્રાઇવર અને કંડકટરો પકડાય છે અને બને છે તેના માટે જવાબદાર કોણ?? શું દાહોદ ડેપોમાં એવું કોઈ ચેકિંગ નથી થતું ?
- આવી ઘટના ને રોકવા કોઈ પગલાં કેમ નથી ભરવામાં આવતા ??
- શું કોઈ મોટી ઘટના કે દુર્ઘટના ની રાહ જોઈ રહ્યા છે દાહોદ ડેપો ઉચ્ચ અધિકારીઓ????
- મીડિયા ને જોઈ ડ્રાઇવર શર્મ થી મોઢું સંતાડતો જોવાયો. ચંડોળા અમદાવાદ ડેપોનો છે બસ ડ્રાઇવર.