Keyur Parmar – Dahod
દાહોદ વૈષ્ણવ પરિષદ દાહોદ શાખા આયોજિત પ્રભુશ્રી ગુસાંઈજી પંચશતાબ્દી વર્ષના અંતિમ ચરણના યુગલ ગીત ઉજવણી મહોત્સવમાં દાહોદ ખાતે આદરણીય ધર્માચાર્ય એવા ઈંદીરા બેટીજી દાહોદ ખાતે પધાર્યા હતા.
આ પ્રસંગે તેમનું દાહોદ વણિક સમાજ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ શાસ્ત્રી નલીન ભટે કહ્યું હતું કે તેઓએ 1971 માં શ્રી ભાગવદજીના દ્સમાંસ્કંદ નું જ્ઞાન ગોલોક નિવાસી શાસ્ત્રી નરહરિજી પાસથી લીધું હતું અને ત્યાર બાદ સીધા તેમની વાણીથી શ્રી ભાગવદજીની કથા પેહલી વાર દાહોદમાં 1971માં તેમને કરી હતી અને ત્યાર બાદ ગામડાઓ અને શહેરો ,રાજ્યો અને રાષ્ટ્રીય તથા અંતરાષ્ટ્રીય સ્તરે તેમેણે શ્રી ભાગવદજી નું રસપાન કારવ્યું અને ફરી 44વર્ષ બાદ જીજીના મુખારવિંદથી દાહોદ વાસિયોને આ લાભ પ્રાપ્ત થયો છે. ત્યારબાદ જીજીએ ગીતોનું રસપાન કરાવતા વૈષ્ણવો પ્રભુ ભક્તિમાં લીન થઇ ગયા હતા.