દાહોદ નગર પાલિકા કર્મચારી મંડળની છેલ્લા દોઢ વર્ષથી ૭ માં પગાર પંચની માંગણી તથા તેના માટે કરવામાં આવતી દરખાસ્તનો દાહોદ નગર પાલિકા દ્વારા અગાઉ તા.૦૨/૦૧/૨૦૨૫ સુધી પ્રક્રિયા કરવામાં ન આવેલ. તેને લઈને નગર પાલિકા ના કર્મચારીઓ દ્વારા તા. ૦૩/૦૧/૨૦૨૫ નાં રોજ થી માસ સી.એલ. પર ઉતરેલ છે.
આ બાબતે કર્મચારીઓ દ્વારા અગાઉ વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો છતા ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓની રજુઆત બહેરા કાને અથડાઈ ને કોઈ પણ પરિણામ લક્ષી નિર્ણય ન લેવામાં આવતા, દાહોદ નગર પાલિકાના કર્મચારીઓએ છેલ્લે થાકી હારીને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપેલ છતાં પણ ચીફ ઓફિસરે કોઈપણ પ્રકારની ગંભીરતા ન દર્શાવતા હોવાથી તા.૦૨/૦૧/૨૦૨૫ નાં રોજથી પ્રતિક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા અને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરી ૭ માં પગાર ધોરણ માટેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તેઓ દ્વારા આવનારા દિવસોમાં હજુ પણ જલદ કાર્યક્રમો કરવામાં આવશે. અને જરૂર પડે તો હડતાલ થી લઈને ભૂખ હડતાલ સુધીનાં કાર્યક્રમ કરવામાં આવશે. જેની કર્મચારી મંડળના પ્રમુખે જાહેરાત કરી હતી