Thursday, November 21, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદ નગરપાલિકામાં પ્રથમ વખત EVM થી વોટીંગ, વોટ રજીસ્ટર કરવા માટે પીળું...

દાહોદ નગરપાલિકામાં પ્રથમ વખત EVM થી વોટીંગ, વોટ રજીસ્ટર કરવા માટે પીળું બટન દબાવવું ફરજીયાત

Picture 001
NewsTok24 – Keyur Parmar – Dahod
                           દાહોદ ખાતે ચુટણીનાં ધમધમાટ વચ્ચે ફોર્મ ભરવાનું શરુ થઇ ગયું છે જેની તારીખ 5/11/2015 થી 10/11/2015 સવારના 10:30 થી 03:30 કલાક છે. ચકાસણીની તારીખ 14/11/2015 સવારના 11:00 કલાકથી શરુ થશે. ઉમેદવારી પત્રો ખેચવાની છેલ્લી તારીખ 11/11/2015 બપોરે 03:00 કલાક સુધી અને મતદાન ની તારીખ 29/11/2015 જેનો સમય સવારે 08.00 કલાક થી સાંજના 05:00 કલાક સુધીનો રહેશે.
             એક મતદાર વધુ માં વધું ચાર (4) મત આપી શકશે જેમાં બે સ્ત્રી ઉમેદવારને અને બે અન્યને.
                     
નોંધ :પ્રથમ વખત દાહોદ પાલિકામાં મતદાન EVM મશીનથી કરવામાં આવનાર છે.
                                 મતદારે મતદાન કર્યા પછી પીળા કલરનું  રજીસ્ટર લખેલું બટન દબાવવું  ફરજીયાત છે તો જ તમારો મત રજીસ્ટર થશે. અને  વ્યક્તિ NOTA મા પણ મત કરી શકે છે .
                               દાહોદ નગરપાલિકાના 9 વોર્ડમાં કુલ 83 મતદાન મથકો છે અને 33 બિલ્ડીંગો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો માટેની શમીક્ષા પોલીસ વિભાગ સાથે કરવામાં આવી હતી.10 ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની સેકટર મેજીસ્ટ્રેટ તરીકે નિમણુક કરેલ છે. EVM થી મતદાન માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં સેકટર મેજીસ્ટ્રેટ અને EVM માસ્ટર ટ્રેનર દ્વારા મતદારોને SDM કચેરી ખાતે અને દરેક વોર્ડમાં જઈને ટ્રેઈન કરી જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના ડીસ્પેચિંગ, રીસીવિંગ અને કાઉન્ટીંગ સ્ટેશન તરીકે દાહોદ ટેકનીકલ હાઇસ્કુલને સેન્ટર રાખવામાં આવ્યું છે.
                              આ બાબતે ગઈકાલે ઝોનલ અને માસ્ટર ટ્રેઈનરોની મીટીંગ થઇ ગઈ છે જ્યારે આવતીકાલે સવારે 09:30 કલાકે પ્રીસાઈડીંગ, આસી.પ્રીસાઈડીંગ ઓફિસરોની મીટીંગ મામલતદાર કચેરીએ રાખવામાં આવેલ છે.
                          જયારે તમામ સ્ટાફની બીજી ટ્રેનીંગ  સ્વામી  વિવેકાનંદ સંકુલ ખાતે તારીખ 23/11/15 ના રોજ બે પાળી માં રાખેલ છે. સવારે 09:30 કલાકે પહેલી પાળી અને બપોરની પાળી 14:00 કલાકે શરુ થશે. આ તમામ કાર્યક્રમો દાહોદનાં ચુટણી અધિકારી (SDM) પદ્મરાજ  ગામીત ની સીધી દેખરેખ અને અને સુચનાથી થઇ રહ્યા છે એવું  એક અખબારી યાદીમાં  પ્રાંત ઓફીસના અધિકારી રમેશ પરમાર ધ્વારા જણાવામાં આવેલ છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments